ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા વર્ષ ૨૦૨૧ માટે ભાજપના (BJP) વડોદરાના જીતુભાઇ સુખડિયા અને વર્ષ ૨૦૨૨ના વર્ષ માટે કોંગ્રેસના (Congress) શૈલેષ પરમારને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે. પસંદગી થયેલ શ્રેષ્ઠ ધારાસભ્યઓને એવોર્ડ રૂપે ગુજરાત વિધાનસભા ભવનની પ્રતિકૃતિ દર્શાવતી ૯ર.પ શુદ્ધતાની ૧.પ કિ.ગ્રા. વજન ધરાવતી ચાંદીની ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં પણ ”શ્રેષ્ઠ ધારાસભ્ય” એવોર્ડથી શરૂઆત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પહેલ કરવામાં આવેલ હતી.
આજે વિધાનસભા ગૃહમાં ”શ્રેષ્ઠ ધારાસભ્ય” પસંદગી પામેલ ધારાસભ્યોને વિધાનસભાના માનનીય અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના દ્વારા તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલ અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા, સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્ય દંડક પંકજ દેસાઇ, વિરોધપક્ષના દંડક સી. જે. ચાવડા સહિત તમામ મહાનુભાવોન ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.