ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરીએ વિધાનસભાની (Assebly) ચૂંટણી (Election) માટે 182 બેઠકના ઉમેદાવરોની પસંદગી કરવા માટે પ્રદેશના નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં અમદાવાદ તથા સુરત શહેર માટે છ-છ નિરીક્ષકોની નિમણૂંક કરાઈ છે. જયારે બાકી અન્ય જિલ્લાઓ માટે ત્રણ – ત્રણ નિરીક્ષકોની યાદી જાહેર કરાઈ છે. એકંદરે પાર્ટીએ 120 જેટલા નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. જેમાં દક્ષિણ ઝોનમાં 33, મધ્ય ઝોનમાં 24, ઉત્તર ઝોનમાં 24 અને સૌરાષ્ટ્ર ઝોનમાં 39 નિરીક્ષકોનો સમાવેશ થાય છે.ખાસ કરીને સંગઠનના અગ્રણી હોદ્દેદારો તથા પૂર્વ રૂપાણી સરાકરના મંત્રીઓ, વર્તમન સરકારના મંત્રીઓનો અને સાંસદોનો પણ નિરીક્ષકોની યાદીમાં સમાવેશ કરાયો છે.
ધાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું સિંગલ નામ સૂચવવામાં આવ્યુ
તા. 27મીથી 29મી ઓકટો. દરમિયાન નિરીક્ષકોએ તેમને સોંપવામાં આવેલા જિલ્લાઓમાં જ ટિકીટ મેળવવા માંગતા ઉમેદવારોની રજૂઆતો સાંભળી હતી. એકંદરે 182 બેઠકો માટે ભાજપમાં 3500 કરતાં વધુ ઉમેદવારોએ ટિકીટની માંગણી કરી છે. ખાસ કરીને ધાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું સિંગલ નામ સૂચવવામાં આવ્યુ છે. જયારે રાજયમાં તમામ ઝોન પર એક બેઠક પર 10થી 12 ટિકીટ વાચ્છુઓ દ્વારા નિરીક્ષક સમક્ષ રજૂઆત કરાઈ છે. મહેસાણામાં પૂર્વ સીએમ નીતિન પટેલ દ્વારા પણ ટિકીટની માંગણી કરાઈ છે. બીજી તરફ પૂર્વ સીએમ વિજય રૂપાણી દ્વારા નિરીક્ષકો સમક્ષ ટિકીટ માટે કોઈ રજૂઆત કરાઈ નથી. તેમણે કહ્યું હતું કે પાર્ટી જે કામગીરી સોંપશે તે કામગીરી હું કરીશ.