ગાંધીનગર : ઉત્તરથી ઉત્તર – પૂર્વીય – પવનના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો આજે જોવા મળ્યો હતો. ખાસ કરીને આજે રવિવારે સતત બીજા દિવસે ગુજરાતમા અચાનક ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી નીચે ગગડી ગયો હતો. ખાસ કરીને કચ્છ આજે કાતિલ ઠંડીની ચપેટમાં આવી ગયુ છે. કચ્છમાં સતત બીજા દિવસે 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે નલિયામાં હાડ થીંજાવતી 3.8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે.આગામી આખુ સપ્તાહ ગુજરાતમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ રહેવાનો છે.આગામી 48 કાલક માટે કચ્છમાં કોલ્ડ વેવની એટલે કે શીત લહેર સાથે કાતિલ ઠંડીની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાઈ છે. કચ્છમાં હજુયે 2થી 3 ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી જવાની પણ હવમાન વિભાગે ચેતવણી આપી છે.
રાજયમાં અમરેલીમાં ઠંડી વધીને 8 ડિગ્રી નોંધાવવા પામી હતી. જયારે રાજયના જુદા જુદા પાંચ શહેરોમાં આજે રવિવારે ઠંડીનો પારો નીચે ગગડી જવા સાથે 9 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જેમાં ભૂજ , કંડલા એરપોર્ટ , રાજકોટ , કેશોદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં સામાન્ય કરતાં અત્યંત નીચું તાપમાન નોંધાવવા સાથે કચ્છમાં ઠંડીનો ધ્રુજારો વધી જવા પામ્યો છે. આજે રવિવારે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં ઠંડીનો પારો અચાનક નીચે ગગડી જવા સાથે 3.8 ડિગ્રીએ પહોચી ગયો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં હજુયે એક સપ્તાહ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે.જેના પગલે ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો વધવાનો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , હવે આગામી એક સપ્તાહ સુધી રાજયમાં કાતિલ ઠંડી અનુભવાશે.હવામાન વિભાગના સુત્રોએ કહયું હતું કે રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 9 ડિ.સે.,નલિયામાં 4 ડિ.સે., કંડલા પોર્ટ પર 12 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 9 ડિ.સે., અમરેલીમાં 8 ડિ.સે., ભાવનગરમાં 12 ડિ.સે.,રાજકોટમાં 9 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 10 ડિ.સે.,મહુવામાં 13 ડિ.સે., કેશોદમાં 9 ડિ.સે., અમદાવાદમાં 12 ડિ.સે.,ડીસામાં 12 ડિ.સે., ગાંધીનગરમાં 9 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે.,વડોદરામાં 12 ડિ.સે.,અને સુરતમાં 14 ડિ.સે. અને દમણમાં 15 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.