ચીને નાણાકીય અને પેમેન્ટ સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી (crypt o currency) સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધ મૂક્યા બાદ બિટકોઇન (bit coin) ત્રણ મહિના કરતા વધુ સમયમાં પહેલી વાર 40000 ડૉલર (dollar)ની નીચે પહોંચી ગયો છે.
14મી એપ્રિલે 64895 ડૉલરના રેકોર્ડ હાઇ બાદ બિટકોઇનમાં 50% કરતા વધારે ગાબડું પડ્યું છે. ટેલ્સાના બોસ એલન મસ્ક (Alan mask)ના શ્રેણીબદ્ધ ટ્વિટ બાદ બિટકોઇન આમેય દબાણ હેઠળ છે. પણ ચીનથી જે સમાચાર આવ્યા તેનાથી આજે તે 28% ગબડીને 30201.96 ડોલર થઈ હતી. દુનિયામાં સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના માર્કેટ કેપિટલાઇઝેશન (market capitalization)માં મોટું ગાબડું પડયું છે. ચીન કહે છે કે ભયાનક વધઘટને લીધે બિટકોઇનમાં વ્યવહારોની છૂટ અપાશે નહીં.
એથેરમ (ether-am) જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ કડાકો બોલાયો છે. એથેરમની કિંમત 3000 ડોલરથી નીચે બોલાઇ રહ્યો છે. જે એક દિવસમાં 17 ટકાનો ઘટાડો બોલાયો હતો. જે ગત સપ્તાહમાં 4000 ડોલરના સ્તરે બોલાયો હતો. ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાએ ક્રિપ્ટો કરન્સી વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવ્યો છે. જેમાં કોઇપણ પ્રકારના પેમેન્ટ માટે ક્રિપ્ટો કરન્સીના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચીનના ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુશન અને પેમેન્ટ કંપનીઓ ઉપર ક્રિપ્ટો કરન્સીના ટ્રાન્ઝેકશન માટેની સર્વિસીસ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેની સાથે રોકાણકારોને ક્રિપ્ટો ટ્રેડિંગને લઇને સટ્ટાબાજીથી બચવા માટે જણાવાયું છે.
ચીનમાં ખૂબજ ઝડપથી વધી રહેલા ડિજિટલ ટ્રેડિંગ (digital trading) માર્કેટ પર પ્રતિબંધ ફરમાવવાનો પ્રયાસ કરી રહી છે. ચીને ક્રિપ્ટો એકસચેન્જ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, લોકોને ક્રિપ્ટો કરન્સી રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં 2017માં ક્રિપ્ટોકરન્સી એકસચેન્જો ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારે ગ્લોબલ બિટકોઇન ટ્રેડિંગ ઉપર મોટી અસર થઇ હતી. અમેરિકી ઇલેકટ્રીક કાર કંપની ટેસ્લાના માલિક એલન મસ્કે આશંકા વ્યક્ત કર્યા બાદ ગત સપ્તાહમાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. ટેસ્લા કારની કિંમત બિટકોઇનમાં લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
2021ના રેકોર્ડ હાઇ પરથી ક્રિપ્ટો કરન્સીના ગાબડાં
બિટકોઇન: -53%
એથેરમ: -50%
ડૉજેકોઇન: -70%
લાઇટકૉઇન: -64%