SURAT

જાણો આફ્રિકન ગ્રે પોપટ વિશે તેની પાસે પોતાનું 200 શબ્દોનું ભંડોળ હોય છે આ ઉપરાંત તેનુંં વ્યક્તિત્વ પણ વિશેષ હોય છે

આફ્રિકન ગ્રે પોપટને બુદ્ધીશાળી પક્ષી માનવામાં આવે છે. આ પોપટને એક ઉત્તમ વાચક તરીકે પણ ગણવામાં આવે છે. આ પોપટ તેની વાત કરવાની ક્ષમતાથી જાણીતા છે. આ પોપટ પાસે 200 શબ્દોનું ભંડોળ પણ હોય છે. આ પોપટ માણસની ભાષાને સમજવાની સાથે તેની લાગણીઓને પણ ચપળતાથી રજૂ કરી શકે છે. સાથે સાથે આ પોપટ આંકડાને ગણી શકે છે, રંગો અને આકારને પણ ઓળખી શકે છે. આ પોપટ માણસની નકલ કરવા પૂરતા જ સમજદાર હોતા નથી પરંતુ તેની પાસે તેનું પોતાનું અલગ વ્યક્તિત્વ પણ હોય છે.

સુરતમાંથી 60 હજારની કિંમતનો આફ્રિકન ગ્રે પોપટ ચોરાઈ ગયો
સુરત(Surat): શહેરમાં ઉમરા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા કમલભાઈના (Kamleshbhai) ઘરેથી કોઈ અજાણ્યો 60 હજારની કિંમતના આફ્રિકન પોપટની ચોરી કરી ગયો હતો. કમલભાઈએ ઉમરા પોલીસમાં પોપટને શોધવા માટેની અરજી કરી છે.

  • અઠવાલાઈન્સમાં મકાન બહારથી પોપટને બે શખ્સો કાપડમાં વીંટાળીને લઈ જતાં સીસીટીવીમાં દેખાયા
  • અઠવાલાઈન્સમાં રહેતા કમલ શિંદેને પોપટ પશુ-પક્ષી પાળવાનો શોખ છે, તેનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે
  • 6ઠ્ઠી જાન્યુ.થી પોપટ ગાયબ છે, પહેલા જતો રહ્યાંનું માન્યું પણ બાદમાં સીસીટીવી કેમેરમાં ચોરી થયાની જાણ થઈ
  • કમલ શિંદે દ્વારા પોલીસમાં પોપટની ચોરીની અરજી કરાતા પોલીસે તપાસ શરૂ કરી

અઠવાલાઈન્સ ખાતે રહેતા કમલ શિંદે પશુ-પક્ષી પ્રેમી છે. તેમને પશુ-પક્ષી પાળવાનો શોખ છે. તેમની પાસે 6 વર્ષની ઉંમર ધરાવતો આફ્રિકન ગ્રે પોપટ છે. જે માટે તેમને એક્ઝોટિક બર્ડ એડવાઇઝરી હેઠળ પોર્ટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આ અંગેનું સર્ટિફિકેટ પણ તેમની પાસે છે. 6 ફેબ્રુઆરીએ તેમનો આ પોપટ ઘરની બહાર નીકળી રોડ પર જતો રહ્યો હતો. પહેલા તો એવું લાગ્યું હતું કે તેમનો આ પ્રિય પોપટ ક્યાંક ઉડીને જતો રહ્યો, પણ જ્યારે તેમને ઘર નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા પોપટની ચોરી થયાની જાણ થઈ હતી. સીસીટીવી કેમેરામાં બે જણા પોપટને કાપડમાં વીંટાળીને લઇ જતા નજરે પડે છે. તેમને આ અંગે ઉમરા પોલીસમાં અરજી કરી છે. જો આ પોપટની સારસંભાળ વ્યવસ્થિત રાખવામાં નહીં આવે તો તે મૃત્યુ પામી શકે છે. અરજીના આધારે ઉમરા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top