National

દિલ્હી ખાતે વિજય પર્વમાં જનરલ બિપિન રાવતનો આ અંતિમ વિડિયો જોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ

નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે (Sunday) 1:09 મિનિટનો એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં જનરલ રાવતે 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ પર સશસ્ત્ર દળોના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ વીડિયો 7 ડિસેમ્બરની સાંજે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. CDS જનરલ બિપિન રાવતે (Bipin Rawat) હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના મૃત્યુના (Dead) એક દિવસ અગાઉ તેમના છેલ્લા જાહેર કરેલા સંદેશમાં (Message) કહ્યું હતું કે, ‘આપણી સેના ઉપર અમને ગર્વ છે આવો સાથે મળી ઉજવીએ આ વિજય પર્વ – જય હિંદ’.

દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જોકે આજે તે જીવંત હોત તો આજનો દિવસ તેમના માટે ખાસ હોત. આજે એટલેકે રવિવારે તેઓ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે આયોજિત વિજય પર્વમાં હાજર રહેવાના હતા. આ અંગે તેઓએ ખાસ તૈયારીઓ પણ કરી હતી. તેઓ આ પર્વમાં આખા દેશને શામેલ કરવા માંગતા હતા. આ માટે જનરલ રાવતે એક વીડિયો મેસેજ પણ રેકોર્ડ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘સુવર્ણ વિજય પર્વ નિમિત્તે હું ભારતીય સેનાના તમામ બહાદુર સૈનિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અમે 1971ના યુદ્ધની ભારતીય સેનાની જીતની 50મી વર્ષગાંઠને વિજયપર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. આ પવિત્ર ઉત્સવ પર સશસ્ત્ર દળોના બહાદુર જવાનોને યાદ કરીને, હું તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

મેસેજમાં તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ઈન્ડિયા ગેટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમર જવાન જ્યોતની છાયામાં વિજય પર્વનું આયોજન થઈ રહ્યું છે તે સૌભાગ્યની વાત છે કે જેની સ્થાપના આપણા બહાદુર શહીદોની યાદમાં કરવામાં આવી હતી. અમે દેશના તમામ નાગરિકોને આ વિજય ઉત્સવની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપીએ છીએ.’

આ વીડિયો ઈન્ડિયા ગેટ સંકુલમાં ‘વિજય પર્વ’ શરૂ કરવા અગાઉ ચલાવવામાં આવ્યો હતો. આ પર્વમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી. જ્યારે જનરલ રાવતનો આ અંતિમ સંદેશનો વીડિયો જોઈ ઉપસ્થિત તમામ વ્યકિત ભાવૂક થઈ ગઈ હતી. 16 ડિસેમ્બર 1971ના રોજ લગભગ 93,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના અને મુક્તિ વાહિનીના સંયુક્ત દળો સમક્ષ પોતાનુ આત્મસમર્પણ કર્યું અને ત્યારબાદ બાંગ્લાદેશની સ્થાપનાનો રસ્તો મળ્યો હતો.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈન્ડિયા ગેટ પર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના ‘ગોલ્ડન વિક્ટરી યર’ના અવસર પર કહ્યું હતું કે, આ પર્વનું આયોજન કરવાનો નિર્ણય વધુ ભવ્ય અને દિવ્ય હતો. પરંતુ CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પછી આ પર્વ સાદગીથી ઉજવવાનુ નક્કી કર્યું હતું. આ પ્રસંગે રાજનાથ સિંહે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે આજે આપણે બધા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના ‘સુવર્ણ વિજય વર્ષ’ અંતર્ગત આયોજિત ‘વિજય પર્વ’ની ઉજવણી કરવા ઈન્ડિયા ગેટ પર એકઠા થયા છીએ. આ તહેવાર ભારતીય સૈન્યના ભવ્ય વિજયની યાદમાં ઉજવાય છે, જેણે દક્ષિણ એશિયાના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી નાખ્યા હતા. તમે બધા કદાચ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના નિવેદન જાણો છો, જેમાં તેમણે કહ્યું હતું કે ‘ક્યાંય પણ અન્યાય એ દરેક જગ્યાએ ન્યાય માટે ખતરો છે’.

રક્ષા મંત્રીએ કહ્યું કે આ દિવસે હું ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, બહાદુરી અને બલિદાનને નમન કરું છું, જેના કારણે ભારતે 1971ના યુદ્ધમાં જીત મેળવી હતી. આ દેશ એ તમામ વીરોના બલિદાનનો ઋણી રહેશે. તેમણે કહ્યું કે મને માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પહેલ દ્વારા સામાન્ય લોકો 1971ના યુદ્ધની સિદ્ધિઓ અને પ્રેરણાઓ સાથે પોતાની જાતને જોડી શકશે. સાથે જ જણાવ્યું કે મને ખુશી છે કે આ ઉત્સવમાં દેશની સામાન્ય જનતાને સામેલ કરવા, તેમને 1971ના યુદ્ધ વિશે, આપણા દળોની અત્યાર સુધીની પ્રગતિ વિશે માહિતી આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top