નવી દિલ્હી : અપરાધોની દુનિયામાં જેનું નામ મશહુર ‘બીકીની કિલર’ (Bikini killer) અપાયું છે, જેણે એક સમયે પોલીસની ઊંઘ હરામ કરી હતી તે ચાર્લ્સ શોભરાજને (Charles Sobhraj) હવે જેલ માંથી આઝાદી આપવામાં આવશે.ચાર્લ્સ હિપ્નોટીક (Hypnotic) અને ચાર્મિંગ પર્સનાલીટીને કારણે મહિલાઓ સાથે જલ્દીથી નિકટતા બનવી લેતો હતો. તે ભેંસ બદલવામાં માહિર અને ચાલાક શિયાળ જેવો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે (Nepal Supreme Court) આ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સપના પ્રધાન મલ્લા અને તિલ પ્રસાદ શ્રેષ્ઠાની બેન્ચે શોભરાજને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના પ્રવક્તા બિમલ પૌડેલે કહ્યું કે શોભરાજ દ્વારા જેલમાંથી મુક્ત થવા માટે અરજી કરવામાં આવી હતી કારણ કે તે નિર્ધારિત સમયગાળા કરતા વધુ જેલમાં હતો તેના આધારે તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ભારતમાં તેને મહારાષ્ટ્ર પોલીસે ગોવામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તિહાડ જેવી અતિ સુરક્ષિત જેલ તોડીને શોભરાજ આસાનીથી ફરાર થયો હતો
ચાર્લ્સ શોભરાજનું કહેવું હતું કે ‘ભાગો તો એવી સ્ટાઈલથી ભગો કે જેની ઉપર ફિલ્મ બને’ અને વાસ્તવમાં એવુજ બન્યું વર્ષ 2016માં બોલીવુડની એક ‘મી એન્ડ ચાલ્સ રીલીઝ પણ થઇ હતી. તે ભારતની સૌથી સુરક્ષિત ગણાતી જેલ પૈકીની તિહાડ જેલ તોડી એક વિદેશી અને અન્ય બે ભારતીય સાથીઓ એમ ત્રણ જણા મળીને ફરાર થઇ ગયા હતા તેને જેલ માંથી ભાગવા માટે તેની ગર્લ ફ્ર્રેન્ડે તેની મદદ પણ કરી હતી આ કેસમાં ચાર્લ્સ અને સહીત ત્રણ જણા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. તિહાડ જેલ માંથી ફરાર થવા માટે ચાર્લ્સે જેલના કેદીઓ અને સુરક્ષા કર્મીઓને જમવામાં ભારે માત્રામાં ઘેની દવા આપી હતી.
તે 70ના દાયકામાં ચાર દેશોમાં મોસ્ટ વોન્ટેડ હતો
70ના દાયકામાં ચાર્લ્સ પર ભારત, થાઈલેન્ડ, તુર્કી અને ઈરાનમાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ હતો. ચાર્લ્સને હિપ્પીઝ પ્રત્યે સખત નફરત હતી અને તે તેના દેખાવ અને વ્યક્તિત્વને કારણે ચર્ચામાં રહ્યો હતો. એવું કહેવાય છે કે 70ના દાયકામાં ચાર્લસે દક્ષિણ-પૂર્વ એશિયામાં 12 પ્રવાસીઓની હત્યા કરી હતી. તેનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી, ગળું દબાવવાથી, છરી વડે અથવા જીવતા સળગાવવાથી થયું હતું.
ચાર્લ્સ શોભરાજ મૂળ વિયેતનામ છે
વિયેતનામ મૂળના ચાર્લ્સ શોભરાજનો જન્મ 1944માં વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં થયો હતો. તેની માતા વિયેતનામની હતી અને પિતા ભારતીય મૂળના હતા. ચાર્લ્સનું સાચું નામ હેતચંદ ભૌનાની ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ છે. પરંતુ હવે તે બિકીની કિલર અને સિરિયલ કિલર તરીકે ફેમસ છે. ચાર્લ્સના જીવનના કેટલાક વર્ષો એશિયા અને ફ્રાન્સમાં વિતાવ્યા હતા. માતાપિતાના છૂટાછેડા પછી, તેની માતાએ ચાર્લ્સને ફ્રેન્ચ લેફ્ટનન્ટ સાથે ઉછેર્યો.એટલુજ નહિ ચાર્લ્સ 16 જેટલી ભાષાઓ પરફેક્ટ બોલી શકતો હતો.
મુક્તિના 15 દિવસની અંદર તેને દેશનિકાલ કરવાનો આદેશ
ચાર્લ્સ શોભરાજ પર બે અમેરિકન પ્રવાસીઓની હત્યા કરવાનો આરોપ હતો. આ આરોપમાં તે 2003થી નેપાળની જેલમાં બંધ છે. નેપાળની સુપ્રીમ કોર્ટે પણ તેની મુક્તિના 15 દિવસની અંદર તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે.કહેવાય છે કે 70ના દાયકામાં ચાર્લસે દક્ષિણ-પૂર્વ એશિયામાં 12 પ્રવાસીઓની હત્યા કરી હતી. તેનું મૃત્યુ ડૂબી જવાથી, ગળું દબાવવાથી, છરા મારવાથી અથવા જીવતા સળગાવવાને કારણે થયું હતું.