નવી દિલ્હી : બૅંકબુ બનેલી એક કાર બિહારના (Bihar) સારણમાં રોડની સાઈડ ઉપર આયોજન કરવામાં આવેલા શ્રાદ્ધના કાર્યક્રમમાં ભોજન કરી રહેલા લોકોને કચડી માર્યા હતા. આ દુર્ઘટનામાં (Tragedy) 1 વ્યકિતનું મોત (Death) થયું હતું.અને અન્ય 18 વ્યકિતઓ ગંભીર રીતે ઘાયલ (Injured) થઇ ગયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મશરકના લખનપૂરના ગોલબરની નજીક કર્ણ કુદરિયા ગોપી ટોલા ગામની છે. આ ગામમાં શ્રાદ્ધના જમણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લોકો રસ્તા ઉપર બેસીને જામી રહ્યા હતા.ત્યારે એક કારા બેકાબુ બનીને દુકાન તોડીને વસ્તીમાં ઘૂસી ગઈ હતી.
- નિયંત્રણ ગુમાવી બેઠેલી કારે અનેક લોકોને અડફેટમાં લીધા
- દુર્ઘટનામાં 18 વ્યકિતીઓ ગંભીર રીતે ઘાયલ
- સારણમાં રોડની સાઈડ ઉપર શ્રાદ્ધના કાર્યક્રમ આયોજીત કરાયો હતો
ઘટના બાદ ગુસ્સે થયેલા લોકોએ ટ્રાફિક જામ કર્યો
ગામમાં એક ઘરમાં શ્રાદ્ધનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો દરમ્યાન અહીં ભોજન કરવા માટે લોકો એકત્ર થયા હતા.એજ સમયે કારની આડફેટમાં લોકો આવી ગયા હતા.આ ઘટનામાં કુલ 18 લોકો ઘયલ થઇ ગયા હતા.જેમાં 1 વ્યકિતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેનું મોત થયું હતું તેની ઓળખ બજીતપુરના રહીશ સુદર્શન પ્રસાદ હોવાની જાણ થઇ છે. આ મૃતક શ્રદ્ધના કાર્યક્રમમાં આવ્યો હતો.ઘટના બાદ આક્રોશિત થયૅલા લોકોએ મુખ્ય રસ્તા ઉપર વાહનો રોકી ટ્રાફિક જામ કર્યો હતો જેને લઇને લોકોની મુશ્કેલીઓ વધી હતી.
કાર ચાલાક સહીત અન્ય દારૂના નશામાં હોવાની પુષ્ટિ થઇ
ગ્રામજનોના જણાવ્યા મુજબ કાર ચાલક અને અન્ય લોકો નશામાં હતા. ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મુખ્ય માર્ગને જામ કરી દીધો હતો. પોલીસ પણ કાફલો સાથે ઘટના સ્થળે હાજર હતો.પોલીસે કારનો કબજો લઈ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો. આ દરમિયાન પોલીસને ગ્રામજનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ ઘણા લોકો સરહદ નજીકના ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ છે. જ્યારે અન્યને મશરક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.