National

બિહારમાં 50 વર્ષીય શિક્ષકે 20 વર્ષની વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યાં!

રોસડા: બિહારના (Bihar) સમસ્તીપુરમાં 50 વર્ષના એક શિક્ષકે (Teacher) 20 વર્ષની વિદ્યાર્થિની (Student) સાથે લગ્ન (Marriage) કરી લીધાં છે. આ ઘટનાએ ફરી એક વાર જુલી-મટુકનાથની પ્રેમ કહાની યાદ અપાવી છે. એક શિક્ષક અને વિદ્યાર્થિનીનાં લગ્નનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. સંગીત કુમાર નામના અંગ્રેજી શિક્ષકે સમસ્તીપુર હેડક્વાર્ટરથી લગભગ 30 કિલોમીટર દૂર રોસડામાં 20 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. 50 વર્ષીય સંગીત કુમાર તેમની જ વિદ્યાર્થિની શ્વેતા કુમારીને પોતાનું દિલ દઈ બેઠા. શ્વેતા કુમારી શિક્ષક સંગીત કુમારની ઉંમર કરતાં પણ ઓછી હતી. બંને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે બન્નેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં હતાં. ટીચર અને સ્ટુડન્ટના લગ્નનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જો કે હજુ સુધી વિદ્યાર્થીનીના પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, 20 વર્ષની શ્વેતા તેના ઘરથી લગભગ 800 મીટર દૂર અંગ્રેજી શિક્ષક સંગીત કુમારના ઘરે ભણવા જતી હતી. દરમિયાન, તે તેના શિક્ષકના પ્રેમમાં પડે છે અને બાદમાં શિક્ષક પણ તેને પસંદ કરવા લાગ્યા. શિક્ષક સંગીત કુમારની પત્નીનું લાંબા સમય પહેલાં અવસાન થયું હતું અને ત્યાર બાદ તેણે બીજા લગ્ન કર્યાં ન હતા.

આવો જ એક કિસ્સો પટના યુનિવર્સિટીમાં પણ જોવા મળ્યો હતો જ્યારે વર્ષ 2006માં પ્રોફેસર મટુકનાથને તેની વિદ્યાર્થિની જુલી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેની સાથે રહેવા લાગ્યો હતો. જ્યારે મટુકનાથની પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે તે તેના પુત્ર સાથે જુલી અને મટુકનાથના ઠેકાણા પર પહોંચી હતી જ્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. મટુકનાથની પત્ની અને લોકોએ મટુકનાથનું મોઢું કાળું કર્યું હતું. એટલું જ નહીં, મટુકનાથની પત્ની અને જુલી વચ્ચે ઝઘડો પણ થયો હતો અને પત્નીએ જુલીના વાળ પકડીને માર માર્યો હતો. હવે ફરી એકવાર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમના સમાચાર સામે આવ્યા છે તેઓનાં લગ્ન અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

Most Popular

To Top