બિહાર: બિહારના (Bihar) સીતામઢીમાં એક મોટો રોડ અકસ્માત (Road Accident) થયો છે. ટ્રક (Truck) અને રિક્ષા (Auto) વચ્ચે થયેલા અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત (Death) થયાં છે જયારે ધણાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મૃતકના પરિવારમાંના એક સભ્યએ જણાવ્યું હતું કે તેઓના પુત્રના લગ્ન મંગળવારના રોજ સવારનાં સમયે હતા. સાંજના સમયે જાન પરત રવાના થઈ હતી. ત્યારે સીતામઢી તરફથી પૂરપાટે આવી રહેલી એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર માટી હતી જેના કારણે ધટના સ્થળે જ ડ્રાઈવર સહિત સાત લોકોના મોત થઈ ગયા હતા. ઉપરાંત ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત એટલો જોરદાર થયો હતો કે રિક્ષાના ચીંથરે ચીંથરા ઉડી ગયા હતા.
- નારાજ લોકોએ જે ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી તેને આગ ચાંપી દીધી
- એમ્બ્યુલન્સ કરતા ટ્રકને લગાવવામાં આવેલી આગને ઓલવવા માટે ફાયરના લોકો પહેલા ઘટના સ્થળે પહોંચ્યા
- અકસ્માતમાં ધટના સ્થળે જ ડ્રાઈવર સહિત સાત લોકોના મોત થઈ ગયા
આ ઘટનાના કારણે ધણાં નારાજ લોકોએ જે ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી તેને આગ ચાંપી દીધી હતી. રિક્ષામાં મૃતકોમાં મહિલાઓ તેમજ બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જો સમયસર એમ્બયુલન્સ આવી જતે તો ઘણાં લોકોને બચાવી શકાયા હોત. ઘણાં લોકોએ આરોપ લગાવ્યો છે કે ટ્રકને લગાવવામાં આવેલી આગને ઓલવવા માટે ફાયરના લોકો પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા જેના કારણે ગુસ્સામાં આવીને લોકોએ ફાયરની ગાડીને પછાડી હટાવી દીઘી હતી. આક્રોશમાં આવીને લોકોએ મુખ્ય રસ્તાને જામ કરી દીધો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.