National

બિહાર રેલવેમાં ગજબની ચોરી: પહેલા મોબાઈલ ટાવર,પછી એન્જીન અને હવે રેલવેના પાટા ચોરાયા

નવી દિલ્હી : બિહારમાં (Bihar) ચોરી કરવાની દરેક સરહદોને જાણે ચોરો વટાવી ગયા હોય ગયા હોઈ તેવું લાગે છે. ક્યારેક પુલની ચોરી તો ક્યારેક મોબાઈલ ટાવર (Mobile Tower) ગાયબ થઇ ગયા હોઈ એવા સમાચારો અખબારોની હેડ લાઈન બન્યા છે. અજબ ગજબ પ્રકારની ચોરીની આ દરેક ઘટનાઓએ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું. શનિવારના દિવસે રેલ એન્જીન (Rail Engine) ચોરી થયાબાદ હવે રેલવેના પાટાની (Railway Tracks) ચોરી થઇ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા હલચલ મચી ગઈ છે. બિહારના સમસ્તીપૂરમાં બનેલા કિસ્સા ઉપરથી રેલવેમાં મોટાપાયે સ્ક્રેપ વેચવાનું કૌભાંડ(Scrap Scam) ચાલી રહ્યું હોવાની વાતને હવે નકારી શકાય તેમ નથી. સમસ્તીપુરમાં આ પ્રકારની ચોરીઓને લઇ હવે વગર ટેન્ડરે કરોડો સ્ક્રેપ બરોબર વેચી મારવાનું સ્ક્રેપ ગોટાળો થઇ રહ્યો હોવાનું ફલિત થાય છે.

  • બિહારના સમસ્તીપૂરમાં રેલવેમાં મોટાપાયે સ્ક્રેપ વેચવાનું કૌભાંડ
  • કરોડો રૂપિયાનું સ્ક્રેપ વગર ટેન્ડર બાહર પડે બરોબર વેચી દેવાનું ફલિત થયું
  • આ ગોટાળામાં રેલવેના સુરક્ષા અધિકારી સહીત બે કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

રેલવેના સુરક્ષા અધિકારી સહીત બે કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
રેલવેમાં અવારનવાર થઇ રહેલી આ ચોરીઓની ઘટનાઓ બાદ હવે રેલવે તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ઘટનામાં આરપીએફના આધિકારીઓની પણ મીલીભગત હોવાનું જાણવા મળી રહ્યું છે. રેલવે માંથી ચોરાયેલા સ્ક્રેપના આ ગોટાળાને કારણે રેલવે મંડળના સુરક્ષા અધિકારી સહીત અન્ય બે રેલવે કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નિષ્કાશીત કરી દેવાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. સસ્પેન્ડ કરવામાં આવેલા એરલવે કર્મચારીઓમાં ઝાંઝારપુર આઉટપોસ્ટના અધિકારી શ્રીનિવાસન અને મધુબનીના મુકેશ કુમાર સિંહનું નામ સામે આવ્યું છે.

તપાસ માટે વિભાગીય સમિતિની રચના કરવામાં આવશે
ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરે રેલવેમાં થઇ રહેલી ચોરીના અનુસંધાનમાં જણાવ્યું હતું કે લોહત ચીમી મિલરથી કેર પંડૌલ સ્ટેશન તરફ જતી રેલ્વે લાઇનનો સ્ક્રેપ ખોટી રીતે ગાયબ થવાના કિસ્સાઓ 24 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. આ પછી તાત્કાલિક કાર્યવાહી કરીને આરપીએફ અધિકારી સહિત અન્ય બે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ક્રેપ કૌભાંડની તપાસ માટે વિભાગીય સમિતિની રચના કરવામાં આવશે. જો તપાસમાં બંને પોલીસ અધિકારીઓ દોષિત જણાશે તો બંને સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

રેલ લાઇન છેલ્લા કેટલાય વખતથી બંધ છે
અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્તીપુર રેલ્વે ડિવિઝન હેઠળ લોહત સુગર મિલ માટે પંડૌલ સ્ટેશનથી લોહત સુધી રેલ લાઈન નાખવામાં આવી હતી. સુગર મિલ બંધ થયા બાદ રેલ લાઇન પણ બંધ કરી દેવામાં આવી હતી. દરમિયાન ટેન્ડર બહાર પાડ્યા વિના આરપીએફ અધિકારીની મિલીભગતથી રેલવે લાઇનનો ભંગાર વેચવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ખોટી રીતે વેચાતો કેટલોક માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે દરભંગા આરપીએફ ચોકીમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, બંને પોલીસ અધિકારીઓ છેતરપિંડીથી વેપારીઓને ભંગારનો માલ વેચતા હતા.

Most Popular

To Top