બિહાર : બિહારમાં (Bihar) આવેલ LMNU એટલે કે લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે હાલ ફરી એક વાર તે ચર્ચામાં છે. LMNU દ્વારા આગામી આવનારી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓની (student) હોલ ટિકિટ જાહેર કરી દીધી દેવામાં આવી છે. જારી કરેલ હોલ ટિકિટમાં (Hall Ticket) વિદ્યાર્થીઓના ફોટાની બદલે નરેન્દ્ર મોદી (PM Narendra Modi), બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન (Amita Bachchan), મહેન્દ્ર સિંહ ધોનીથી (Mahendra Singh Dhoni) માંડીને ઘણા ફેમસ હીરો-હીરોઈનના ફોટા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટીની અંડરમાં આવતી કોલેજ ગણેશ દત્ત મહાવિદ્યાલયનો છે.
- વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પીએમ મોદી, અમિતાભ બચ્ચનથી માંડીને સેલિબ્રિટીના ફોટા
- કોલેજ પ્રશાસનનું કહેવું છે કે આ ક્લેરિકલ ફોલ્ટ છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે
- વિદ્યાર્થીઓએ કહ્યું કે આ પહેલા પણ આવી બેદરકારી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ જોઈ ચોકી ગયા હતા
આ ઘટના ત્યારે આવી જ્યારે કોલેજના વિદ્યાર્થોઓ પોતાની હોલ ટિકિટ લેવા માટે કોલેજ પહોચ્યા હતા. વિદ્યાર્થીઓએ જ્યારે પોતાની હોલ ટિકિટ હાથમાં લીધી ત્યારે તે તેને જોઈ ચોકી ગયા. કારણ કે તેમના હાથમાં આવેલ હોલ ટિકિટમાં તેમના ફોટા ની બદલે સેલિબ્રિટીના ફોટા હતા. પોતાની બદલે વડાપ્રધાન તથા સેલિબ્રિટીના ફોટા જોઈ વિદ્યાર્થીઓે ટેન્શનમાં આવી ગયા હતા.
પરીક્ષા આડે ત્રણ થી ચાર દિવસ જ બાકી રહ્યા હતા
બી.એ.ની પરીક્ષા આડે ત્રણ થી ચાર દિવસ જ બાકી રહ્યા હતા. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને આ વર્ષે પરીક્ષા આપી શકશે નહીં તેવી ચિંતા સતાવી રહી છે. બીજી તરફ કોલેજ પ્રશાસનનું કહેવું છે કે આ ક્લેરિકલ ફોલ્ટ છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત રહેશે નહીં.
વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન સામે વિરોધ કર્યો હતો
આ પછી વિદ્યાર્થીઓએ પણ આ સમગ્ર મામલે કોલેજ પ્રશાસન સામે વિરોધ કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ કોલેજ સ્ટાફ પણ કોલેજ પર અનિયમિત આવે છે અને તેમની આ બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવી બેદરકારી કરવામાં આવી છે.