National

બિહારના સોનપુરના મેળામાં મોટી દુર્ઘટના, જાયન્ટ વ્હીલ રાઈડ તૂટી પડી

બિહાર: બિહારના (Bihar) છપરાના સોનપુરના મેળામાં (Fair) રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી.જોતજોતામાં અહીં એક વિશાળ જાયન્ટ વ્હીલ (Giant Wheel) ઝૂલાનો એક ભાગ ઉપર હાઈ ટેન્શન વાયર પર પડ્યો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં ઘાયલ થયૅલા અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.આ ઘટના સાંજે લગભગ 5 વાગ્યે બની હતી, જ્યારે સોનપુરના મેળામાં ઘણા લોકો જાયન્ટ વ્હીલ પર સવાર હતા. ત્યારે અચાનક સ્વિંગનો એક ભાગ હવામાં તૂટીને નજીકના હાઈ ટેન્શન વાયર પર પડ્યો હતો. જેના કારણે ઘણા લોકો પડી ગયા અને ઘાયલ થયા.

ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે રવિવારની રજાના કારણે સોનપુર મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. અકસ્માતને કારણે સોનપુર મેળાનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘટના બાદ તરત જ નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક અધિકારીઓને ઘાયલોને બહાર કાઢવા અને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મળતી માહિતી મુજબ ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

સલામતી ધોરણોનું ઉલ્લંઘન કરવામાં દોષિત ઠરશે તો આકરા પગલાં લેવાશે
સ્થાનિક પોલીસે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે. પોલીસે જાયન્ટ વ્હીલના ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે જો કોઈ સલામતી ધોરણોનું ઉલ્લંઘન કરવામાં દોષિત ઠરશે તો આકરા પગલાં લેઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.સોનપુરના એસડીએમ અનિલ કુમારે જણાવ્યું કે આ ઘટનામાં એક વ્યક્તિને નાક પર ઊંડી ઈજા થઈ છે, જ્યારે 5-6 લોકોને સામાન્ય ઈજા થઈ છે.

Most Popular

To Top