બિહાર: બિહાર(Bihar)ના સરહદી કિશનગંજ(Kishanganj) જિલ્લામાં શિક્ષણ વિભાગના નવા કારનામાનો પર્દાફાશ થયો છે. શિક્ષણ વિભાગ કાશ્મીર( Kashmir)ને ભારતનો ભાગ મનતો નથી. તે વિચિત્ર લાગે છે પરંતુ તે સાચું છે. હકીકતમાં, બિહાર એજ્યુકેશન બોર્ડ દ્વારા સરકારી શાળાઓ માટે નક્કી કરવામાં આવેલા ધોરણ 7ના પરીક્ષાનાં (Exam) પેપરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી, પરંતુ એક અલગ દેશ છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત એમ પાંચ દેશોના લોકો શું કહે છે.
કાશ્મીરને બતાવ્યો અલગ દેશ
બિહારના સરહદી કિશનગંજ જિલ્લામાં શિક્ષણ વિભાગના નવા કારનામાનો પર્દાફાશ થયો છે. શિક્ષણ વિભાગ કાશ્મીરને ભારતનો ભાગ માનતો નથી. તે વિચિત્ર લાગે છે પરંતુ તે સાચું છે. હકીકતમાં, બિહાર એજ્યુકેશન બોર્ડ દ્વારા સરકારી શાળાઓ માટે નક્કી કરવામાં આવેલા ધોરણ 7ના પેપરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી, પરંતુ એક અલગ દેશ છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત એમ પાંચ દેશોના લોકો શું કહે છે. રાજ્યમાં બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ (BEPC) દ્વારા આયોજિત સર્વ શિક્ષા અભિયાન હેઠળ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.
વિવાદનાં પગલે રાજકીય હંગામો શરુ
બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે જેડીયુ કાશ્મીરને ભારતનો ભાગ નથી માનતી. તેમણે સમગ્ર સીમાંચલ પ્રદેશમાં હિન્દી શાળાઓ બંધ કરવાનો આરોપ પણ લગાવ્યો. ભાજપના જિલ્લા અધ્યક્ષ સુશાંત ગોપેએ કહ્યું, “મહાગઠબંધન સરકારનો આ પ્રયાસ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપવાનો પ્રયાસ છે. આ બાળકોના મનમાં એ વાત ઠસાવવાનો પ્રયાસ છે કે કાશ્મીર અને ભારત અલગ છે. આ કોઈ ભૂલ નથી. આ આગામી ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારના કાવતરાનો એક ભાગ છે. જો કે, શાળા પ્રશાસને કહ્યું કે સરકારી શાળા માટેનું પ્રશ્નપત્ર બિહાર શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ખરો પ્રશ્ન એ હતો કે કાશ્મીરના લોકોને શું કહેવાય? પરંતુ માનવીય ભૂલના કારણે પ્રશ્નપત્ર ખોટું છપાયું હતું.
અગાઉ પણ આ પ્રકારનાં સવાલો પુછાયા હતા
આ પહેલીવાર નથી, જ્યારે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય. વર્ષ 2017માં પણ આવો જ એક પ્રશ્ન વિદ્યાર્થીઓની સામે આવ્યો હતો. AIMIM નેતા શાહિદ રબ્બાનીએ કહ્યું, ‘જો કોઈ ભૂલ હોય તો તેને સુધારવી જોઈએ. જો ઈરાદાપૂર્વક આવું કરવામાં આવ્યું હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ. આમાં સરકારનો કોઈ હાથ નથી અને આના પર કોઈ રાજનીતિ થવી જોઈએ નહીં. ભાજપના આરોપનો જવાબ આપતા જેડીયુના નેતા સુનીલ સિંહે કહ્યું કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને ભાજપ તેને બિનજરૂરી મુદ્દો બનાવી રહી છે તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.