National

બિહાર: શ્રાવણી સોમવારે બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગ મચી, 7ના મોત, 35 ઘાયલ

નવી દિલ્હી: બિહારના (Bihar) જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં (Baba Siddheshwar Nath) આજે ચોથા શ્રાવણી સોમવારના દિને સવારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) ચલાવવમાં આવી રહ્યું છે ત્યારે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વઘારો થવાની પણ સંભાવના છે.

બિહારના જહાનાબાદ જિલ્લાના મખદુમપુરમાં ઐતિહાસિક વણવર ટેકરી પર આવેલા સિદ્ધેશ્વર નાથ મંદિર પરિસરમાં સોમવારે નાસભાગ મચી ગઇ હતી. અસલમાં આ નાસભાગ ત્યારે મચી જ્યારે મંદિર પરિસરની સીડી પર એક શિવ ભક્તનો ફૂલના દુકાનદાર સાથે ઝઘડો થયો હતો. ત્યારે દુકાનદારે શિવભક્ત પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી બંને એકબીજા સાથે મારપીટ કરવા લાગ્યા, દરમિયાન આ ઘટનાને કારણે નાસભાગ મચી ગઈ હતી, અને 7 લોકોના મોત થયા હતા.

માહિતી મળ્યાના અડધા કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને મખદુમપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડૉક્ટરોએ સાત લોકોને મૃત જાહેર કર્યા હતા. આ મામલે હોસ્પિટલના ડીએમ અલંકૃતા પાંડેએ પ્રાથમિક તપાસમાં 7 લોકોના મોત અને 9 લોકોના ઘાયલ થવાની માહિતી આપી હતી. જો કે ઘાયલોનો આંકડો સમયાંતરે વધી ગયો હતો.

લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી આવ્યા હતા
મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ આ નાસભાગ મચી હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા, ત્યારબાદ ડઝનબંધ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મૃત્યુઆંક વધી શકે છે
નાસભાગ વચ્ચે ઘણા ભક્તો નીચે પડી ગયેલા ભાક્તોની ઉપરથી પસાર થતા રહ્યા. જેના કારણે મહિલાઓ સહિત અનેક શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નાસભાગને કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

ગયા મહિને યુપીના હાથરસમાં નાસભાગ મચી ગઈ હતી
જણાવી દઈએ કે ગયા મહિને 2 જુલાઈએ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં નાસભાગમાં 120થી વધુ લોકોના મોત થયા હતા. નારાયણ હરિ ઉર્ફે ભોલે બાબાના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી હતી. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

Most Popular

To Top