National

છત્તીસગઢમાં ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઇક, 8 આતંકવાદી ઠાર

છત્તીસગઢ: છત્તીસગઢમાં (Chhattisgarh) સુરક્ષા દળોએ એક મોટા ઓપરેશનને પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ નક્સલીઓ વિરુધ્ધ સ્ટ્રાઇક (Strike) કરી 8 નક્સલીઓને (Naxalites) ઠાર માર્યા હતા. આ તમામ નક્સલવાદીઓ છત્તીસગઢના નારાયણપુર-અબુઝહમદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. આ સાથે જ ઓપરેશનમાં એક જવાન શહીદ થયો હતો.

નારાયણપુર જિલ્લાના માડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં, નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયનના દળો સામેલ છે અને નક્સલવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આજે 15 જૂનના રોજ અથડામણ થઇ હતી. જેમાં આઠ નક્સલવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા હતા.

સમગ્ર મામલે અબુઝહમદમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં કુલ 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને સેનાનો એક જવાન પણ ફરજની લાઇનમાં શહીદ થયો છે. તેમજ બે જવાનો ઘાયલ થયા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં વિસ્ફોટની અલગ-અલગ ઘટનાઓ પણ સામે આવી હતી. જેમાં સુરક્ષા દળોના ત્રણ જવાન ઘાયલ થયા હતા. બસ્તરમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં આઈટીબીપીના બે જવાન ઘાયલ થયા હતા જ્યારે બીજાપુરમાં પ્રેશર બોમ્બ બ્લાસ્ટમાં સુરક્ષા દળનો એક જવાન ઘાયલ થયો હતો.

અગાઉ 7મી જૂનએ જમ્મુ, છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ અને જિલ્લા અનામત જૂથ (DRG)ના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 7 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. ત્યારે નારાયણપુર, દંતેવાડા અને કોંડાગાંવ જિલ્લાની સરહદ પર સ્થિત મુંગેડી અને ગોબેલ વિસ્તારના એક ગામમાં કેટલાક નક્સલવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સુરક્ષા દળોએ આ નક્સલ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું.

જણાવી દઈએ કે છત્તીસગઢમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સતત નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં 120 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. ગત મે મહિનામાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા મોટી સંખ્યામાં નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

એક સૈનિક શહીદ, બે ઘાયલ
આજે 15 જૂનના રોજ થયેલી નક્સલવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો અને બે ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી હતી. ત્યારે બસ્તર ડિવિઝનના જગદલપુર, કાંકેર, દંતેવાડા, કોંડાગાંવના 1400 ડીઆરજી અને એસટીએફના જવાનો શોધખોળમાં લાગ્યા છે. ત્યારે ભારતીય સેનાએ 161 દિવસમાં 141 નક્સલવાદીઓ ઠાર માર્યા છે. તેમજ માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા પણ વધી શકે છે.

12 જૂને ઓપરેશન શરૂ થયું હતું
નક્સલીઓ વિરુધ્ધ આ ઓપરેશન 12 જૂને શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમજ માર્યા ગયેલા નક્સલવાદીઓ પર કુલ 38 લાખ રૂપિયાનું ઈનામ હતું. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા છ માઓવાદીઓને માર્યા ગયાના થોડા દિવસ બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top