Trending

OnePlus Indiaમાં મોટો ઝટકો

CEO રાજીનામું આપતા ‘બ્રાન્ડ બંધ થશે?’ એવી ચર્ચા ગરમ”ટેક ડેસ્ક


સ્માર્ટફોન માર્કેટમાં એક મોટો ફેરફાર સામે આવ્યો છે. OnePlus ઈન્ડિયાના CEO Robin Liuએ અચાનક રાજીનામું આપતા કંપનીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને કંપનીની ઘટતી માર્કેટ શેર વચ્ચે આ નિર્ણયને લઈને અટકળો તેજ બની છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે રોબિન લિયૂએ પોતાના વ્યક્તિગત કારણોસર પદ છોડ્યું છે. સાથે જ કંપનીએ “બિઝનેસ કન્ટિન્યુિટી” યથાવત્ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ હજુ સુધી નવા CEOની જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ મુજબ, 2025માં OnePlusની ભારતની સેલ્સમાં આશરે 38.8%નો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ Apple અને Samsung Electronicsએ પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. એક સમયે “ફ્લેગશિપ કિલર” તરીકે ઓળખાતું OnePlus હવે પોતાની ઓળખ જાળવવામાં સંઘર્ષ કરી રહ્યું છે.

વિશ્લેષકો મુજબ, કંપનીની Nord seriesએ શરૂઆતમાં સેલ્સ વધારી, પરંતુ બ્રાન્ડની પ્રીમિયમ ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે. પરિણામે, કંપનીનો હાઈ-એન્ડ માર્કેટમાં દબદબો ઘટ્યો છે. CEOના રાજીનામા બાદ હવે મોટી અટકળો શરૂ થઈ છે કે Oppo OnePlusને ચીન બહારના બજારોમાંથી બહાર ખેંચવાની તૈયારીમાં છે. ખાસ કરીને યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા બજારોમાંથી 2026 સુધીમાં બહાર નીકળવાની ચર્ચા ચાલી રહી છે.

સાથે જ, OnePlus અને Realmeને એક યુનિફાઈડ મોડલ હેઠળ લાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જેનું નેતૃત્વ Realmeના CEO Sky Li કરી રહ્યા છે. આ વચ્ચે OnePlusએ ભારત માટે OnePlus Nord 6 લોન્ચ કરવાની તૈયારી બતાવી છે, જેમાં મોટી બેટરી અને બજેટ સેગમેન્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. હાલ OnePlus “બિઝનેસ નોર્મલ” બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ બજારમાં તેની સ્થિતિને લઈને સવાલો યથાવત્ છે.

Most Popular

To Top