National

દિલ્હી બ્લાસ્ટઃ આતંકીઓ પાસે બે કાર હતી, લાલ કલરની ઈકો સ્પોટર્સ માટે રેડ એલર્ટ

દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓએ જણાવ્યુ છે કે શંકાસ્પદો એક નહીં પરંતુ બે કારમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. હવે પોલીસે બીજી કાર એટેલે કે લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કારની શોધ શરૂ કરી છે.

દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં નવી માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શંકાસ્પદો પાસે I20 કાર સિવાય લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર પણ હતી. આ માહિતી મળતાં જ દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને સરહદી વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ લાલ કારનો રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 હોવાનું સામે આવ્યું છે. આ કાર દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારના સરનામે રજીસ્ટર છે અને તે તા.22 નવેમ્બર 2017 ના રોજ ખરીદવામાં આવી હતી. તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આ કારનો ઉપયોગ શંકાસ્પદ આતંકવાદીઓએ ભાગવા માટે કર્યો હતો.

દિલ્હી પોલીસની પાંચ અલગ-અલગ ટીમો હાલ આ કારની શોધમાં તૈનાત છે. પોલીસ ટીમો સિવાય યુપી અને હરિયાણા પોલીસને પણ કહેવામા આવ્યું છે કે જો આ કાર તેમના વિસ્તારમાં દેખાય તો તરત જાણ કરવામાં આવે.

તપાસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર વિસ્ફોટ પછી દેખાઈ નહોતી. જેના કારણે શંકા વધુ ગાઢ બની છે. તપાસકર્તાઓ હવે કારના માલિક અને તેની હાલની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે RTO અને CCTV ફૂટેજની મદદ લઈ રહ્યા છે.

હાલમાં તપાસ તેજ બની છે અને પોલીસને આશા છે કે આ કાર મળતાં જ વિસ્ફોટ કેસનો મોટો ભેદ ઉકેલી શકાય. લાલ ઇકોસ્પોર્ટ કાર આ કેસની તપાસમાં મુખ્ય કડી સાબિત થઈ શકે છે.

Most Popular

To Top