રાજકોટ: રાજકોટમાં (Rajkot) નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં 27 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. આ આગમાં (Fire) ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. ત્યારે આ તમામ લોકોને ન્યાય મળે તે માટે 6 જૂનના રોજ અમદાવાદની હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને જવાબદાર ગણાવી હતી. તેમજ લાંબી દલીલો બાદ વધુ તપાસ કરવા આદેશ આપ્યો હતો.
રાજકોટ અગ્નિકાંડ મામલે કોર્ટના આદેશ બાદ એસઆઇટીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. તેમજ એસઆઇટીના પ્રાથમિક રિપોર્ટને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ કહી શકાય છે કે તંત્રની બહુ જ મોટી બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ ઘટના બની હતી. તેમજ આ મામલાની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો કે રાજકોટ પોલીસ પાસે આ ગેમઝોનની ઓરિજીનલ એપ્લિકેશન જ નથી. જેનાં કારણે રાજકોટ મ્યુનિસીપલ કમિશન બાદ પોલીસ તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી હતી.
અસલમાં રાજકોટ પોલીસે વર્ષ 2021થી 2024 વચ્ચે ઘણી જુદી-જુદી કંપનીઓમાં કોઈ સેફ્ટી વ્યવસ્થા અને સાધનો ન હોવા છતાં વારંવાર લાઇસન્સ રિન્યૂ કર્યા હતા. તેમજ રાજકોટ પોલીસે લાઇસન્સ રિન્યૂઅલ માટે સ્થળની તપાસ પણ કરી નહતી. આટલું જ નહીં પરંતુ રિન્યૂઅલ પણ લેટરમાં શબ્દો પણ બદલ્યા ન હતા. તેમજ જે ગેમ ઝોનમાં આગજીનીની ઘટના બની હતી. તે ગેમ ઝોનએ પણ રાજકોટ પોલીસની આ બેદરકારીનો લાભ લઇ ત્રણ વાર પોતાના લાઇસન્સ રિન્યૂ કરાવ્યા હતા.
જણાવી દઇયે કે કોઇ પણ કંપની કે સંસ્થાને લાઇસન્સ આપતી વખતે તેના સ્થળોની એન્ટ્રી, એક્ઝિટ, આવનારા લોકોની સંખ્યા, ફાયર NOC, ભયસ્થાનો, ટિકિટોનું વેચાણ વગેરેની તપાસ કરવાની હોય છે. પરંતુ રાજકોટ પોલીસના કેટલાક બેદરકાર અધિકારીઓ ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 33ના સબ-ક્લોઝને પોતાની રીતે અર્થઘટન કરીને મંજૂરી આપતા રહ્યા. તેમજ આગજની બાદ જ્યારે ઘટનાના આરોપિ એવા માલિકો અને RMCના અધિકારીઓની ધરપકડ થઇ ત્યારે પોલીસના હાથ આવા બેદરકારકાર પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યા જ નથી.
સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે, ધવલ કોર્પોરેશને માર્ચ, 2021માં આ ગેમ ઝોન અંગે એપ્લિકેશન આપી હતી. પરંતુ તે એપ્લિકેશન ગુમ થઈ ગઈ છે. આ સિવાય ગો કાર્ટ ટીમનો પ્રોજેક્ટ રેસવે એન્ટરપ્રાઇઝ દ્વારા લેવામાં આવ્યો હતો, જેના લાઇસન્સ પોલીસે જૂન 2023થી જાન્યુઆરી 2024માં સુધીમાં ત્રણવાર રિન્યૂ કર્યા હતા.
