National

રશિયન ઇનપુટથી મોટો ખુલાસો

NIAએ અમેરિકન સહિત 7 વિદેશીઓને ઝડપી પાડ્યા, મ્યાનમારમાં આતંકી તાલીમનો શંકાસ્પદ કનેક્શન

ભારતમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી National Investigation Agency (NIA) દ્વારા એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં અમેરિકન નાગરિક Mathew Aaron VanDyke સહિત છ યુક્રેનિયન નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પાછળ રશિયન એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીનો મોટો ફાળો હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, આ જૂથ 2024થી વારંવાર Myanmar જઈ રહ્યું હતું, જ્યાં તેઓ સ્થાનિક જાતિ આધારિત સશસ્ત્ર જૂથોને ડ્રોન ટેકનોલોજી, જૅમિંગ સાધનો અને ટેક્ટિકલ ટ્રેનિંગ આપી રહ્યા હોવાની શંકા છે. NIAના અનુસાર, આ તમામ લોકો અલગ અલગ સમયે ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા અને પછી Guwahati મારફતે Mizoram પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ જરૂરી પરમિટ (RAP/PAP) વિના ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશ્યા હોવાના આરોપ છે.

13 માર્ચે એરપોર્ટ પરથી ધરપકડ : આ સાતેયને 13 માર્ચે દિલ્હી, લખનૌ અને કોલકાતા એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં દિલ્હીની કોર્ટ દ્વારા તેમને 27 માર્ચ સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આતંકી સંગઠનોને ટેકનિકલ સપોર્ટ? : એજન્સીઓ માને છે કે આ જૂથ મ્યાનમારના એવા સશસ્ત્ર જૂથોને તાલીમ આપી રહ્યું હતું, જે ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આતંકી ગેંગ્સને સહયોગ આપે છે.

14માંથી 7 પકડાયા, બાકી ક્યાં? : સૂત્રો મુજબ કુલ 14 લોકોનો જૂથ હતો, જેમાંથી 7 ઝડપાયા છે. બાકીના 8 લોકો હજુ મ્યાનમારમાં છે કે ભારત મારફતે ભાગી ગયા છે તેની તપાસ ચાલી રહી છે, યુક્રેન તરફથી ન્યાયપ્રક્રિયા પારદર્શક રહે તેવી માંગ કરવામાં આવી છે, સાથે જ કન્સ્યુલર એક્સેસ અને ભાષાંતર સુવિધાની પણ માંગ છે. બીજી તરફ અમેરિકાએ માત્ર એટલું કહ્યું છે કે તેઓ આ મામલાથી અવગત છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર : આ કેસ ભારત માટે નોર્થ-ઈસ્ટમાં સિક્યોરિટી ચિંતાઓ વધારતો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ડ્રોન યુદ્ધ અને ટેકનોલોજી આધારિત આતંકી પ્રવૃત્તિઓને લઈને.

Most Popular

To Top