National

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટનો મોટો નિર્ણય, મથુરા વિવાદમાં અપાયો આ આદેશ

નવી દિલ્હી: ભારત(India)માં મંદિર(Temple)-મસ્જિદ(mosque)ને લગતો વિવાદ(Controversy)નવો નથી. ભલે અયોધ્યા(ayodhya)માં સુપ્રીમ કોર્ટ(supreme court)ના નિર્ણય બાદ રામ મંદિર(Ram Temple) અને બાબરી મસ્જિદ(Babri mosque) વિવાદનો અંત આવી ગયો છે. પરંતુ વારાણસી(Varanasi), મથુરા(Mathura) અને હવે આગ્રા(Agra)માં તો હજુ પણ વિવાદ ચાલુ છે. આ ત્રણેય બાબતોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વારાણસીની કોર્ટે(Varanasi Court) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid)ના સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો હતો. તેમજ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે દાખલ થયેલા તમામ કેસોનો 4 મહિનામાં નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે 17 મે પહેલા થશે- કોર્ટ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો. કોર્ટ કમિશનર અજય મિશ્રા ઉપરાંત કોર્ટે વિશાલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવ્યા છે. આ સર્વે દરમિયાન આ બંને લોકો અથવા તેમાંથી કોઈ એક હાજર રહેશે. આ સાથે કોર્ટે 17 મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સર્વેનો આગામી રિપોર્ટ 17 મેના રોજ રજૂ કરવા જણાવ્યું છે.

સર્વેમાં હસ્તક્ષેપ કરનારાઓ સામે કાર્યવાહી કરો: કોર્ટે
વાદીના વકીલે જણાવ્યું કે કોર્ટે સમગ્ર મસ્જિદ સંકુલના સર્વેનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટીતંત્રને આદેશ આપવામાં આવ્યો છે કે આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે. આમાં હસ્તક્ષેપ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. અંજુમન એરેન્જમેન્ટ્સ મસાજિદ કમિટી વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાની માંગ કરવામાં આવી હતી. આના પર 3 દિવસની ચર્ચા બાદ વારાણસી સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે 11 મેના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

5 મહિલાઓએ કરી છે અરજી
અગાઉ 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની રોજીંદી પૂજાનો અધિકાર માંગતી અરજી કરી હતી. કોર્ટે આ કેસમાં સુનાવણી બાદ જ્ઞાનવાપીના સર્વેનો આદેશ આપ્યો હતો. આ સાથે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ સર્વે દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદમાં હંગામો થયો હતો. જે બાદ સર્વે થઈ શક્યો નથી.

મથુરા વિવાદ સંબંધિત તમામ કેસોનો 4 મહિનામાં નિકાલ થવો જોઈએ- હાઈકોર્ટ
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને નિર્દેશ આપ્યો છે કે તમામ અરજીઓનો મહત્તમ 4 મહિનામાં નિકાલ કરવામાં આવે. આ સાથે હાઈકોર્ટે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારોને સુનાવણીમાં હાજર ન રહેવા માટે એકસપાર્ટી ઓર્ડર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્ણય ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનના સૂટ મિત્ર મનીષ યાદવની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો.

Most Popular

To Top