SURAT

કોરોના પછી મોટો નિર્ણય: હવે તમામ કોમ્યુનિટી હોલમાં મળશે ગેસ સુવિધા,ગેસ સિલિન્ડરની અછતને કારણે મહત્વ નો નિર્ણય

સુરત મનપાના તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન ફરી શરૂ


કોરોના મહામારી દરમિયાન સુરત શહેરમાં અનેક કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આયોજકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.પરંતુ હાલની પરિસ્થિતિમાં સુધારો થતાં સુરત મહાનગર પાલિકા (મનપા) દ્વારા તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન ફરી શરૂ કરવા માટે તાકીદના પગલાં લેવામાં આવ્યા છે.

ખાસ કરીને લગ્ન પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે આયોજકો પર ભારે અસર પડી હતી. અગાઉ કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠા પર નિયંત્રણ મૂકાતા શહેરમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને લાંબી રાહ જોવી પડતી હતી. આ પરિસ્થિતિમાં ઘણા આયોજકોને પ્રોગ્રામ મુલતવી રાખવા કે વિકલ્પ શોધવા મજબૂર થવું પડ્યું હતું.

મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શહેરમાં આશરે 30 જેટલા કોમ્યુનિટી હોલનું સંચાલન કરવામાં આવે છે. હવે આ તમામ હોલમાં ગેસ લાઈન ફરીથી કાર્યરત કરવા માટે ગેસ એજન્સીઓને સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ સલામતીના નિયમોનું પાલન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝન અને લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. ગેસ કનેક્શન ફરી શરૂ થતા આયોજકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગેસ પુરવઠામાં ખલેલ પડવાથી કેટરર્સ અને અન્ય સેવાઓ પર પણ અસર પડી હતી. હવે ગેસ કનેક્શન ફરી શરૂ થતાં તમામ સંબંધિત વ્યવસાયોને પણ ગતિ મળશે. સુરત મનપાના આ પગલાંને નાગરિકો અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top