Entertainment

સલમાન ખાનની ‘માતૃભૂમિ’માં મોટા ફેરફારો: 40 દિવસનું રિશૂટ, નવું મેન્ડરિન ગીત ઉમેરાયું

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેમની અપકમિંગ ફિલ્મ *‘માતૃભૂમિ – મે વોર રેસ્ટ ઇન પીસ’*ના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું નામ પહેલા “બેટલ ઓફ ગલવાન” હતું, પરંતુ હવે તેને બદલીને ‘માતૃભૂમિ – મે વોર રેસ્ટ ઇન પીસ’ રાખવામાં આવ્યું છે. નિર્માતાઓ ફિલ્મને માત્ર યુદ્ધની કહાની તરીકે નહીં, પરંતુ માનવીય ભાવનાઓ અને સંવેદનાઓ સાથે રજૂ કરવા માંગે છે. એપ્રિલ 2026માં રિલીઝ થનારી આ ફિલ્મમાં નિર્માતાઓએ મોટા ફેરફારો કર્યા છે, જેમાં લગભગ 40 દિવસનું રિશૂટિંગ સામેલ છે. ફિલ્મના દિગ્દર્શક Apoorva Lakhiaએ જણાવ્યું કે ટાઇટલ બદલવાનો નિર્ણય અચાનક નહોતો લીધો, પરંતુ ફિલ્મની દિશા અને તેના સંદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી 2026થી ફિલ્મના અનેક સિક્વન્સ ફરીથી શૂટ કરવામાં આવી રહ્યા છે. નવા શેડ્યૂલમાં વાર્તાને વધુ અસરકારક બનાવવા માટે નવા દ્રશ્યો ઉમેરાયા છે. સૌથી ખાસ ઉમેરો Himesh Reshammiya દ્વારા રચાયેલ મેન્ડરિન (ચાઇનીઝ) ભાષાનું ગીત છે, જે ફિલ્મમાં અનોખો ટચ લાવશે. આ ગીત ટૂંક સમયમાં સલમાન ખાન પર ફિલ્માવવામાં આવશે. તાજેતરમાં જ ફિલ્મના નવા ગીત “તુમ ચાંદ દેખ લેના”નું ટીઝર પણ રિલીઝ થયું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ ફિલ્મ 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થવાની યોજના છે, પરંતુ કેટલીક રિપોર્ટ્સ અનુસાર રિલીઝ તારીખ આગળ ધપાવીને ઓગસ્ટ સુધી લઈ જવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top