નવી દિલ્હી: ગાઝા પટ્ટીની (Gaza) હોસ્પિટલ (Hospital) ઉપર થયેલા બ્લાસ્ટ (Blast)માં 500 લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકના રસત્રપતિ બાઈડને હમસને ચેતચવાની આપી છે, કે જો આતંકવાદીઓ (Terrorists) આ રાહત સામગ્રીને પડાવી લેવાનો (Theft) અથવા કબજે કરવાનો પ્રયાસ કરશે તો આ સહાયને રોકી (Stop) દેવામાં આવશે. કે ઇજિપ્ત (Egypt)એ અમેરિકાથી (America) ગાઝા માટે 20 ટ્રકની (Truck) મદદ (Help) મોકલી છે . ઇજિપ્તએ રાહત સામગ્રી (Relieaf kit) ગાઝા પહોચાડવા માટે રફાહ ક્રોસિંગ (Rafah Crossing) પાર કરશે.
બાઈડને કહ્યું, “અલ-સીસી, 20 ટ્રક ગાઝા મોકલવા માટે રફાહ ક્રોસિંગના દરવાજા ખોલવા માટે સંમત થયા છે. આ ટ્રકોને પહોંચવામાં આઠ કલાક લાગશે. વધુમાં બાઈડને કહ્યું અમે શક્ય તેટલી વધુ ટ્રકો મોકલવા ઇચ્છતા હતા. મને લાગે છે કે ટૂંક સમયમાંજ અમે લગભગ 150 જેટલી બીજી ટ્રકો મોકલીશું. મારી ઈચ્છા છે કે, આ ટ્રકો સરહદ પાર કરશે ત્યારબાદ ગાઝામાં રહેતા યુ.એનના લોકો સામગ્રીને જરૂરિયાતમંદ લોકોને વહેંચશે. જેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ જો આ દરમિયાન હમાસના લોકો સામગ્રીને કબજે કરવાનો પ્રયાસ કરશે અથવા આગળ વધવા નહીં દે, તો આ રાહત સામગ્રીની ડિલિવરી તરત જ બંધ કરવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં અમે આવી કોઈ મદદ મોકલશું નહીં.
ગાઝાપટ્ટીની હોસ્પિટલના હુમલા અંગે ઈઝરાયેલએ આપ્યા પાંચ સબુત
ગાજા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો હજી ચાલુ છે. જ્યાં પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે ઈઝરાયેલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે પેલેસ્ટાઇનના ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા એક રોકેટ મિસફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. આટલું જ નહીં ઈઝરાયલે પોતાના દાવાની પુષ્ટિ કરતા ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે.
(1) હમાસના આતંકવાદીઓનો ઓડિયો
(2) હમાસના ફાઇટરો વચ્ચેની વાતચીત
(3) ઇઝરાયલે હોસ્પિટલના પહેલા અને પછીના ફોટા જાહેર કર્યા
(4) ઇઝરાયલે હમાસના ઠેકાણાઓનો વીડિયો જાહેર કર્યો
(5) ઈઝરાયેલે મિસ ફાયર કરેલા રોકેટના ફૂટેજ જાહેર કર્યા