National

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં વિભવ કુમારની ધરપકડ, કોર્ટે જામીન અરજી ફગાવી

નવી દિલ્હી: AAP સાંસદ (AAP MP) સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર હુમલાના કેસના મામલે દિલ્હી પોલીસની ટીમ સીએમના નિવાસસ્થાને પહોંચી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે (Delhi Police) આ કેસના મુખ્ય આરોપી વિભવ કુમારની સીએમ આવાસમાંથી ધરપકડ (Arrest) કરી હતી. બિભવ કુમારે સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂકના કેસમાં તેમની ધરપકડ સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.

સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. તેમજ આ મામલે સ્વાતિ માલીવાલે FIR પણ નોંધાવી હતી. જ્યારથી એફઆઈઆર નોંધાઈ છે ત્યારથી દિલ્હી પોલીસ સતત બિભવ કુમારને શોધી રહી હતી. કારણકે ઘટના બાદ બિભવ કુમાર ફરાર થઇ ગયો હતો. ધરપકડ બાદ પોલીસ બિભવને પૂછપરછ માટે બપોરે 12.40 કલાકે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યા હતા
વાસ્તવમાં દિલ્હી પોલીસને બિભવ કુમારના સીએમ હાઉસમાં હોવાની માહિતી પહેલાથી જ મળી હતી. માહિતી બાદ એસએચઓ સિવિલ લાઈન્સ અને એડિશનલ ડીસીપી નોર્થ પોલીસ ટીમ સાથે સીએમ આવાસ પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું હતું કે માહિતી મળ્યા બાદ એક વાહન સીએમ હાઉસ પહોંચ્યું હતું.

જ્યારે દિલ્હી પોલીસની ટીમ સીએમ હાઉસ પહોંચી તો ત્યાંના દરવાજા પહેલાથી જ ખુલ્લા હતા. આ વાહન ગેટ પર રોકાયું ન હતું અને સીધું સીએમ હાઉસ તરફ ગયું હતું. વાહન માટે સીએમ હાઉસમાં પહેલાથી જ મેસેજ હતો. આ પછી દિલ્હી પોલીસની ટીમ સીધી સીએમ હાઉસ ગઈ અને ત્યાંથી બિભવ કુમારની ધરપકડ કરી.

બિભવે દિલ્હી પોલીસને મેલ પણ લખ્યો હતો
ધરપકડ બાદ દિલ્હી પોલીસ બિભવ કુમારને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ધરપકડ પહેલા પણ બિભવ કુમારે પોલીસને એક મેઈલ મોકલ્યો હતો, જેમાં તેણે દરેક તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. પોતાના મેલમાં બિભવ કુમારે લખ્યું હતું કે ‘હું દરેક તપાસમાં સહકાર આપવા તૈયાર છું. મને મીડિયા દ્વારા એફઆઈઆર નોંધવાની ખબર પડી. FIR બાદ હજુ સુધી મને કોઈ નોટિસ આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે મારી ફરિયાદ પર પણ ધ્યાન આપવું જોઈએ.

બિભવે સ્વાતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી
આ મામલામાં સીએમના અંગત સહાયક બિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે માલીવાલ પર અનધિકૃત પ્રવેશ, દુર્વ્યવહાર અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો અને આ મામલામાં ભાજપનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

બિભવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘CM સુરક્ષા અને CMO સ્ટાફના વારંવારના વાંધાઓ છતાં સ્વાતિ માલીવાલ બળજબરીથી અને ગેરકાયદેસર રીતે સીએમ આવાસમાં પ્રવેશ્યા હતા. જ્યારે તેમને પહેલા સીએમ બનવા માટે સમય કાઢવાનું કહેવામાં આવ્યું તો માલીવાલે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. તેણીએ ચીસો પાડવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગી તેણીએ કહ્યું હતું કે “તમારી હિંમત કેવી રીતે થઈ…એક સાંસદને રોકવાની…તમારી ઔકાત શું છે?”

Most Popular

To Top