National

રેલવે ભરતી કૌભાંડમાં લાલુ પ્રસાદના નજીકના ભોલા યાદવની CBIએ ધરપકડ કરી, 4 સ્થળોએ દરોડા

નવી દિલ્હી: CBIએ રેલ્વે ભરતી કૌભાંડ(Railway Recruitment Scam)માં મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ બિહાર(Bihar)ના પૂર્વ સીએમ(Former CM) અને પૂર્વ રેલ મંત્રી(Former Railway Minister) લાલુ પ્રસાદ(Lalu Prasad Yadav) યાદવના નજીકના સાથી ભોલા યાદવ(Bhola Yadav)ની ધરપકડ(Arrest) કરી છે. આ ધરપકડ નોકરી માટે જમીન લેવાના સંબંધમાં કરવામાં આવી છે. આ ઉપરાંત CBIએ બિહારમાં 4 સ્થળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. જેમાં દરભંગામાં 2 અને પટનામાં 2 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કૌભાંડ 2004 થી 2009 સુધીનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભોલા યાદવ આ કેસનો માસ્ટર માઈન્ડ છે. CBIએ પટનામાં બે સ્થળો પર સર્ચ કરી રહી છે, જેમાં એક ભોલા યાદવના સીએ છે. આ સિવાય દરભંગાના બે સ્થળો પર તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે 18 મેના રોજ CBIએ આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી અને અન્યો વિરુદ્ધ FIR નોંધી હતી.

‘જમીન અને પ્લોટના બદલામાં આપવામાં આવી નોકરી’
આ મામલો ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. તેઓ પર આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. હકીકતમાં ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ પ્રસાદ યાદવના OSD હતા. આ સમય દરમિયાન લાલુ રેલવે મંત્રી હતા. આ મામલામાં સીબીઆઈ લાલુ યાદવ સાથે જોડાયેલા 17 સ્થળો પર દરોડા પાડી ચૂકી છે. સીબીઆઈની આ કાર્યવાહી 14 કલાક સુધી ચાલી હતી. દરોડા દરમિયાન પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના સ્થળોની તપાસ કરવામાં આવી હતી.

ભોલા યાદવને લાલુ પ્રસાદના હનુમાન કહે છે
ભોલા યાદવને લાલુ યાદવની ખૂબ નજીક માનવામાં આવે છે. તેમને લાલુ પ્રસાદના હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. CBIએ તેમને 4 દિવસ પહેલા પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા. નોકરીના બદલે જમીન કેસમાં આ ધરપકડથી ઘણા મોટા રહસ્યો ખુલી શકે છે. ભોલા હંમેશા લાલુ સાથે જોવા મળે છે. કોર્ટ હોય કે હોસ્પિટલ, તે હંમેશા લાલુના સહાયક તરીકે હાજર રહે છે. 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેઓ બહાદુરપુર બેઠક પરથી ધારાસભ્ય પણ ચૂંટાયા હતા. જો કે, તેઓ 2020ની ચૂંટણીમાં હયાઘાટ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તે તેજસ્વી યાદવની પણ ખૂબ નજીક માનવામાં આવે છે.

Most Popular

To Top