Dakshin Gujarat Main

‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબહેન નાયકાએ મતદાન કર્યું

સુરતઃ ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ (MOTHER INDIA)નું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના વતની અને ફિલ્મમાં નરગિસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર 85 વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં 85 વર્ષની વયે મતદાન (VOTING) કર્યું હતું. દરેક ચૂંટણી (ELECTION)માં અચૂક મતદાન કરતા ભીખીબેન જણાવે છે કે, લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ. જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ.

85 વર્ષીય ભીખીબહેને લોકશાહીના પાવન પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ મતદાન કરવાનો આપ્યો સંદેશ

મહુવા તાલુકાના ‘મધર ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ (SHOOTING) સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું. જેની સાથે સુનિલ દત્ત અને નરગીસની રિયલ લવ સ્ટોરી પણ સંકળાયેલી છે, જેમાં સાચે જ નરગીસને સુનિલ દત્ત દ્વારા આગમાં જતા અટકાવે છે, અને ગંભીર રીતે દાઝવાથી તેનો જીવ પણ બચાવે છે, જેથી તેમની વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાય છે. અને માં-દિકરાનું પાત્ર ભજવતા અભિનેતા અને અભિનેત્રી આખરે લગ્ન સંબંધમાં પણ બંધાય જાય છે. જો કે આ ફિલ્મ સાથે ભીખીબહેનના સંસ્મરણો પણ જોડાયેલા છે.

ફિલ્મમાં આગના દ્રશ્યના શુટીંગ સમયે અભિનેત્રી નરગીસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મના નિર્માતા મહેબુબે નરગીસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટીંગમાં લેવાની વાત કરી. ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબીથી નિભાવી હતી. ભીખીબહેન ધો.6 સુધી ભણ્યા છે આજે પણ કોઈના સહારા વિના ઘરનું બધુ કામ જાતે કરે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top