Gujarat

બે મહિલા આરોપીનો પરિચય જેલમાં થયો, પ્રિન્ટર વસાવી જાતે છાપ્યું કંઈક એવું કે ભાવનગર હચમચી ઉઠયું

ભાવનગર: ભાવનગર (Bhaavnagar) શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ (SCAM) ઝડપાયું છે. શહેરના તરસમીયા રોડ પર રૂ. 7,58,000ની નકલી નોટોનો સોદો કરવા પહોંચેલી બે મહિલાની (Women) એસ.ઓ.જી અને એલસીબીની ટીમે ધરપકડ (Arrest) કરી હતી.

ભાવનગર શહેરની શિવસાગર સોસાયટીથી આગળ, ત્રિપદા ફાર્મ સામે, તરસમિયા તરફ જવાના રસ્તા પર બે મહિલા એક નંબર પ્લેટ વિનાના સ્કુટર પર આવી ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા ઉભી હોવાની માહિતી ભાવનગર એસ.ઓ.જી.ને મળી હતી. એસઓજીની ટીમે મહિલા સ્ટાફને સાથે રાખી ત્રિપદા ફાર્મ પાસે ત્રાટકી રેખાબેન હર્ષદભાઈ મકવાણા અને મનીષાબેન ધનજીભાઈ રેલિયાને પકડી પાડી પર્સની જડતી કરતા રેખાબેન નામની મહિલા પાસેથી રૂ.2,000 ના દરની નોટોના 33 બંડલ તેમજ મનીષાબેન નામની મહિલાના પર્સમાંથી બે હજારની નોટના 22 બંડલ મળી એક જ સિરીઝની કુલ 379 કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કાઢેલી બનાવટી નોટો કબજે કરી હતી .

  • બંને મહિલા આરોપીઓનો પરિચય જિલ્લા જેલમાં થયો હતો
  • 2000ના દરની 379 નકલી નોટ કબજે કરવામાં આવી
  • બંને મહિલા રૂ. 7.50 લાખની નકલી નોટ સાથે પકડાઈ, જાતે જ છાપતી હતી

દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો બદઈરાદો રાખનાર બોટાદની મહિલા મનીષાબેન રેલિયા હાલ પ્રાથમિક તબક્કે માસ્ટર માઈન્ડ હોય તેણીએ એવી કબૂલાત આપી હતી કે આ બનાવટી નોટો તેને જ કલર પ્રિન્ટર માં છાપી હતી. જો કે પોલીસ આ બંને પાછળ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચલાવી રહી છે. મહિલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એક મહિલા હત્યા કેસની આરોપી છે અને બીજી મહિલા દુષ્કર્મના કેસમાં સહ આરોપી છે. થોડા વર્ષ પહેલાં બંને ભાવનગર જિલ્લા જેલમાં મુલાકાત થઈ હતી ત્યાંથી બંને નો સંપર્કમાં આવ્યા હતા અને પ્લાનીંગ કરી ગુનાને અંજામ આપ્યો હતો.

ભાવનગર એસ.ઓ.જી. પોલીસ એ રૂૂા .2,000 ના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રૂૂા .1,480 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી રેખાબેન મકવાણા અને મનીષાબેન રેલિયા વિરૂૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં આઈપી 489 , 489 એ , 489 બી , 489 સી , 489 સી , 34 , 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top