અમદાવાદ: સાબરમતી સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોક લેવાતાં હોવાથી આ ટ્રેન તારીખ 16.12.2025 થી 15.06.2026 દરમિયાન ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેનનું સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે. ગાંધીગ્રામ– સાબરમતી– ગાંધીગ્રામ સેક્શનમાં આ ટ્રેનનું સંચાલન તાત્કાલિક સ્થગિત રહેશે.
મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનોની અદ્યતન સ્થિતિ અંગે માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ, 139 હેલ્પલાઇન અથવા નજીકના રેલવે સ્ટેશન પરથી મેળવી લેવાની રહેશે.