ભરૂચ: ભરૂચના (Bharuch) ઝાડેશ્વરની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ત્રિકમ બરસંગ વસાવાની પુત્રીનાં લગ્ન પ્રસંગનું (Wedding Ceremony) ગત તારીખ 11 ડીસેમ્બરના રોજ ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ રાધે પાર્ટી પ્લોટમાં (Radhe Party Plot) આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન દરમિયાન પરિવાર ફોટો શૂટમાં (Photo Shoot) વ્યસ્ત હતો અને ત્રિકમ વસાવાની પત્ની સુધાબેન વસાવા પાસે રહેલ ઘરેણાં ભરેલો થેલો નીચે મૂકી ફોટો શૂટ કરાવવા જતાં જ અજાણ્યા તસ્કરો લગ્ન પ્રસંગ દરમિયાન નજર ચૂકવી રોકડા 50 હજાર, બે મોબાઈલ ફોન, સોનાનો શેટ તેમજ કારની ચાવી મૂકેલો થેલો મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી ફરાર થઇ ગયા હતા.
લગ્ન સમારંભ દરમ્યાન આખું પરિવાર ફોટો શૂટમાં વ્યસ્ત હતું
પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં થેલો મળી નહીં આવતાં તેઓએ લગ્નના શુટિંગ માટે આવેલ કેમેરા મેનના કેમેરામાં જોતાં બે ઈસમો ચોરીની ઘટનાને અંજામ આપી મેઈન ગેટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ચોરી અંગે ભરૂચ સી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લગ્ન સમારંભ દરમ્યાન આખું પરિવાર ફોટો શૂટમાં વ્યસ્ત હતું દરમ્યાન અહી આવેલા અજાણ્યાઓ તેમનું હુનર બતવી ગયા હતા જેના સીસીટીવી ફૂટેજો સામે આવતા આખા મામલા ઉપરથી પરદો ફાસ થયો હતો. હાલ પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.
ઓલપાડમાં ખેડૂતના ઘરમાં તસ્કરો ખાતર પાડી 1.85 લાખની કરી ચોરી
દેલાડ: શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ઓલપાડ પોલીસમથકની હદના કાંઠા વિસ્તારમાં તસ્કરોએ એક ખેડૂતના ઘરને નિશાન બનાવી કબાટની તિજોરીમાંથી રૂપિયા રૂ.1.85 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જ્યારે આ તસ્કરોએ મોં ઉપર બુકાની બાંધી શરૂઆતમાં ગામના શિવમંદિરને નિશાન બનાવી શિવજીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોને મંદિરમાંથી કોઈ કીમતી વસ્તુઓ મળી ન હતી. જ્યારે ઓલપાડ તાલુકામાં તસ્કરોએ ચોરીનું પહેલું ખાતું ખોલતાં તાલુકાના રહીશોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
ઘરના દરવાજા તથા ગ્રીલનું તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હતા
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના અરિયાણા ગામના ખેડૂત ગુણાતીર્થ ફળિયામાં ગણપત લખુ પટેલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરને ગત ગુરુવાર, તા.૨૨ના રોજ રાત્રે ૨૧થી શુક્રવાર, તા.૨૩ના રોજ મળસકે ૫ કલાકના સમય દરમિયાનવર્ષના ચાર અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ ચોરટાઓ ઘરના દરવાજા તથા ગ્રીલનું તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને કબાટની ડુપ્લિકેટ ચાવીઓથી ઘરમાં મૂકેલા લોખંડના કબાટના દરવાજા ખોલી કબાટની તિજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ તસ્કરોએ તિજોરીમાંથી આશરે ત્રણ તોલાની સોનાની ૧ નંગ, જેની કિંમત રૂ.60,000 અઢી તોલાનું સોનાનું મંગળસૂત્ર નંગ-1, જેની કિંમત રૂ.50,000 સોનાની ૨ નંગ વીંટી, જેની કિંમત દોઢ-દોઢ તોલાની ૨ નંગ સોનાની ચેઇન, જેની કિંમત રૂ.60,000 તથા સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર.નંગ-1, જેની કિંમત રૂ.5,000 કુલ રૂ.1,85,000 મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.