ભરૂચ: જ્યારથી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગુજરાતની ચૂંટણીમાં(Election) ઝંપલાવવાનું નક્કી કર્યું છે ત્યારથી સરકારી શાળા(Government School) ઓની દિલ્હી અને ગુજરાતની સ્થિતિ (Delhi and Gujarat) સતત ચર્ચામાં રહે છે. ગુજરાતની સરકારી શાળા દિલહી મોડલ સમાન (Beautiful school) સુંદર બનશે કે કેમ એ એક મોટો પ્રશ્ર્ન છે.(Beautiful school(Beautiful school) આ સરકારી શાળાઓની વાતો વચ્ચે ભરૂચના ટંકારિયામાં શાળાની હાલત બદથી પણ બદતર થઇ ગઈ હોવાની ચાડી ખાઈ રહી છે. (Beautiful school) આ સરકારી શાળાઓની વાતો વચ્ચે ભરૂચના ટંકારિયામાં શાળાની હાલત બદથી પણ બદતર થઇ ગઈ હોવાની ચાડી ખાઈ રહી છે.
તેજ દુર્ગંધ મારતા તળાવ નજીક શિક્ષણ કાર્ય
રાજ્યોની શાળાઓની નબળી સ્થિતિની વાત પણ વારંવાર સામે આવે છે. હવે આવો જ એક કિસ્સો ભરૂચના ટંકારિયામાંથી બહાર આવ્યો છે. ટંકારિયા ગ્રામ પંચાયતની લાપરવાહીના કારણે ગંદકીથી ખદબદતા અને તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે. જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. ગ્રામ પંચાયત અને તંત્રની ઉદાસીનતાના કારણે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ અને કન્યાશાળામાં ભણતી માસૂમ બાળાઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.
ગ્રામ પંચાયતની ઉદાસીનતાના સપાટીએ આવી
અહીં શાળાના મેદાનની હાલત પણ ખુબ જ ગંદી હોવાનું પણ સપાટી ઉપર આવી ગયું છે.જ્યાં એક મિનિટ પણ ઊભા રહી શકાય તેમ નહીં તેટલી દુર્ગંધની વચ્ચે બાળકોએ મજબૂરીવશ કલાકો સુધી બેસીને ભણવું પડે છે. ટંકારિયા ગામમાં નાના પાદર વિસ્તારમાં વર્ષો પહેલા રમત ગમતનું મેદાન હતું. આ મેદાનમાં જ આંગણવાડી અને બ્રાન્ચ કન્યાશાળા છે. એક સમયે શાળામાં ભણતી કન્યાઓ અને ભૂલકાઓ આ મેદાનમાં રમતા હતાં. પરંતુ ગ્રામ પંચાયતની ઉદાસીનતાના કારણે હાલ આ મેદાન ગંદકીથી ખદબદતા તળાવમાં બદલાઈ ગયું છે.
બાળકોના આરોગયની સાથે જીવનું પણ જોખમ
ગંદકીને કારણે ભૂલકાઓ અને માસૂમ બાળાઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. બરાબર આંગણવાડીની બાજુમાં જ કિચડમાં વીજ કંપનીની ડીપી પણ છે. જેનાથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. ગામની ગટર લાઇનને તોડી ગંદા અને દુર્ગંધ મારતા પાણીનો આ મેદાનમાં નિકાલ કરાયો હોવાની ફરિયાદ પંચાયતના જ સભ્ય ડાહ્યાભાઈ રોહિતે ઉઠાવી છે. જે દેશમાં ભૂલકાઓનું ભવિષ્ય જ કાદવ કિચ્ચડમાં રગદોળાતું હોય ત્યાં સ્વચ્છતાની વાતો પોકળ છે.હવે પછી તંત્ર ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું…