અમદાવાદ: ભરૂચના (Bharuch) જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાંથી (Sub District Hospital) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તબીબની બેદરકારીના કારણે પ્રસૂતિ બાદ મહિલાનું પેટ ફુલી ગયું હતું. અસલમાં પ્રસૂતાની પ્રસૂતી (Maternity) બાદ તબીબ મહિલાના પેટમાં કપડું (Cloth) ભૂલી ગયો હતો. આવી ઘોર બેદરકારી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઇ હતો. તેમજ આ બાબતે તબીબ સામે જંબુસર (Jambusar) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ ભરૂચનાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બન્યો હતો. અહીં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પ્રસૂતા મહિલાનાં ઓપરેશન સમયે તબીબ મહિલાનાં પેટમાં કપડું ભૂલી ગયો હતો. તેમજ તબીબની બેદરકારીના કારણે ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું. થોડા સમય બાદ મહિલાએ અન્ય તબીબ પાસે સોનોગ્રાફી કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તેમજ મહિલાનું ફરી ઓપરેશન કરી કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. તેમજ આ મામલે આપરેશન કરનાર તબીબ ચાર્મી આહીર સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સમગ્ર મામલે પીડિતા અમીષા સોલંકીએ જણાવ્યું હતું કે ‘જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેં મારૂ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તબીબની ભૂલનાં કારણે મારા પેટમાં કપડું રહી ગયું હતું. જે બાદ આ સમગ્ર મામલે મેં તબીબ ચાર્મી આહીર સામે ફરિયાદ નોંધાવી છે.’ આ સાથે જ પીડિત પરીવારે રીપોર્ટની નકલ પણ જાહેર કરી છે.
સમગ્ર મામલે મહિલાનાં પતિ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, જૂના ડોક્ટર કે જ્યા અમે પ્રસૂતિ કરાવી હતી ત્યાથી પરત આવ્યા બાદ પત્નીનું પેટ ફુલી ગયું હતુ. ત્યાર બાદ અમે બીજી જગ્યાએ મારી પત્નીની સોનો ગ્રાફી રિપોર્ટ કરાવી હતી. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે સિઝેરીયન ઓપરેશન દરમ્યાન અંદર કપડું રહી ગયું છે. પછી અમે ફરી જંબુસર આવ્યા. જે બાદ અમે ડોક્ટર ચાર્મી આહીરને મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે અમારીથી જે ભૂલ થઈ છે. જે કપડું છે અંદર તે કાઢી નાંખીશું. તેમજ બેસ્ટ ટીમ બોલાવી તમારો પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરી દઈશું.
ત્યાર બાદ પત્નીને દાખલ કરવામાં આવી હતી પરંતુ તેની કોઇ સારવાર ન થતા અમે બે મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ અમે ડોક્ટરને નોટીસ આપી હતી કે તમારાથી આ ભૂલ થઈ છે. ત્યારે આ સમગ્ર મામલે અમારી મદદ કરવાની જગ્યાએ ડોક્ટર દ્વારા અમને નોટીસ ફટકારી 50 લાખનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.