Dakshin Gujarat

MD ડ્રગ્સના જથ્થા સાથે નિવૃત પોલીસ પુત્ર સહીત અન્ય એકની ધરપડક કરતુ ભરૂચ SOG

ભરૂચ : છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં (Bharuch) જેવા શહેરમાં પણ હવે ડ્રગસ (Drugs) નેટવર્ક તગડું થયું છે.સોમવારે એસઓજી પોલીસની ટિમને વધુ એક સફળતા હાથ લાગી છે. મેફેડ્રોન (Mephedrone) જેવા માદક પદાર્થની તસ્કરી કરતા બે પેડલરોને 99 ગ્રામના જથ્થા સાથે ભરૂચ એસઓજી પોલીસે ( SOG Police ) અટકાયત કરી હતી. તાપસ દરમયાન બહાર આવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલ બે પૈકી એક નિવૃત પોલીસ પુત્ર છે.જયારે બીજો રીઢો ગુનેગાર છે.રૂપિયા 10 લાખથી વધુની કિંમતના જથ્થાને જપ્ત કરી પોલીસે આગળની તાપસ તેજ કરી હતી.પૂછતાછમાં આ ડ્રગસનો જથ્થો મુંબઈથી આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

સતત બીજી વખત ભરૂચમાંથી એમડી ડ્રગસ ઝડપાયું
છેલ્લા કેટલાય વખતથી ભરૂચમાં ડ્રગની હૅઅફેરી મોટા પાયે થઇ રહી છે.પોલીસની સતર્કતાને લીધી જથ્થો ઝડપાઇ જાય છે.જોકે મોટી માછલીઓ જાળમાંથી સરકી જતી હોવાનું પણ ફલિત થઇ રહ્યું છે.હાલ પકડાયેલ બેને આરોપીઓ પૈકી ઇમરાન ખીલજી અને સલમાન પટેલ આખા નેટવર્કની કડીઓ ઓ હોવાનું સામે આવ્યું છે જયારે મુંબઈનું મોટું માથું હજુ પણ પોલીસ પકડથી દૂર છે.પોલીસ સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે મુંબઈ ઇમરાન ખીલજી દ્વારા આ જથ્થો મુંબઈથી મંગાવવામાં આવ્યો હતો.આ ડ્રગસના બંધાણીઓ કોણ છે અને કોના સુધી આ જથ્થો બને જણા પહોંચાડવાના હતા તે હજુ સુધી તાપસનો વિષય બની ને રહી ગયો છે.
એમડી ડ્રગનું મુખ્ય હબ મુંબઈ
નશીલા પદાર્થ મેફેડ્રોન ઇમરાન અને સલમાન મુંબઈથી લાવ્યા હોવાનું કબુલ્યું હતું.એસઓજી પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે આગાઉ પણ ભરૂચ શહેરમાં જે ડ્રગસનો જથ્થો પકડાયો હતો તે પણ મુંબઈથી મંગાવવામાં આવ્યો હતો.જેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે ભરૂચ જેવા ટાઉનમાં મોટાભાગનું એમડી ડ્રગ્સ મુંબઈથી જ આવી રહ્યું છે.બને હેરફેરીના કેન્દ્રસ્થને મુંબઈ શહેર જ છે.હાલતો એસઓજી પોલીસના અધકારીઓ બને આરોપીઓની સતત પૂછતાછ કરીને મુખ્ય સોર્સ સુધી પહોચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બે માંથી એક આરોપી શાતીર અને રીઢો ગુનેગાર
સેઓજી પોલીસ સૂત્રોએ જાણકારી આપતા કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલ આરોપી પૈકી ઇમરાન ખીલજી રીઢો ગુનેગાર છે.જેની આગાઉ પણ હથિયાર ધારાના ગુનામાં ધરપકડ થઇ ચુકી હોવાનું કહ્યું હતું જયારે સલમાન પટેલના બેગ્રાઉન્ડની તપાસમાં બહાર આવ્યું હતું કે તે નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર છે.

Most Popular

To Top