ભરૂચ જિલ્લામાં ઝીંગા ફાર્મ માટે 53 કિસ્સામાં જમીન ફાળવાઈ

ગાંધીનગર: સોમવારે વિધાનસભામાં ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ઝીંગા ફાર્મ અંગેના પ્રશ્નના લેખિત જવામાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને ઝીંગા ફાર્મ ઉભા કરાયા છે, પૈકી ૪૩,૦૭૨ ચો.મી. જમીનના ૫ તળાવો દૂર કરવાના બાકી હતા, તે આજની તારીખે દૂર કરી દેવાયા છે. ભરૂચ જિલ્લામાં ઝીંગા ફાર્મ માટે ૭ સહકારી મંડળીઓ તથા ૪૬ વ્યક્તિગત કિસ્સા મળીને કુલ ૫૩ કિસ્સામાં ઝીંગા ફાર્મ માટે જમીન ફાળવવામાં આવી છે.

ઝીંગા ફાર્મના નિર્માણ માટે પ્રથમ તબક્કે ૨૦ વર્ષ માટે જમીન ભાડાપટ્ટે અપાય છે, ત્યારબાદ પુનઃ જમીન ફાળવણી કરવાની થાય તો જે તે કલેકટર દ્વારા જમીન ફાળવી હોય તેની સંપૂર્ણ ખાતરી બાદ બીજા ૧૦ વર્ષ સુધી લંબાવી શકાય છે, અને ત્યારબાદ પણ લંબાવવા માંગણી આવે તો રાજ્યકક્ષાએથી મંજૂરી મેળવવાની હોય છે, ત્યાર બાદ જમીન ફાળવવામાં આવે છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં જ્યાં પણ સરકારી જમીનો પર દબાણ હોય તો આવા દબાણોની ત્વરિત માપણી કરીને આવા દબાણો દુર કરવા વહીવટી તંત્રને સૂચના આપી દેવાઇ છે.

Most Popular

To Top