મુંબઈ: ટીવી(TV)ની પ્રખ્યાત(Popular) સીરિયલ(Serial) ‘ભાભીજી ઘર પર હૈ'(Bhabiji Ghar Par Hai)ના એક્ટર(Actor) મલખાન એટલે કે દીપેશ ભાન(Deepesh Bhan)નું નિધન(Death) થયું છે. આ સમાચાર આવ્યા બાદ ટીવી ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. 41 વર્ષના દિપેશના આકસ્મિક નિધનથી શોના સ્ટાર્સ અને ક્રૂ મેમ્બર્સ શોકમાં છે. રિપોર્ટ્સ અનુસાર, દિપેશ શનિવારે સવારે ક્રિકેટ(Cricket) રમી(Play) રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લાવવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રોહિતેશ ગૌરે શોક વ્યક્ત કર્યો
સીરિયલમાં મોહનલાલ તિવારીની ભૂમિકા ભજવનાર અભિનેતા રોહિતેશ ગૌરે દિપેશ ભાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, કે ‘આજે અમારો શૂટ પર જવાનો સમય થોડો મોડો હતો. તેથી મને લાગે છે કે તે તેના જીમ પછી સીધો જ ક્રિકેટ રમવા ગયો હતો. આ તેમનો ફિટનેસ રૂટિન હતો. પરંતુ રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયો. તેમનું મૃત્યુ અમારા બધા માટે એક મોટો ફટકો છે. રોહિતાશે વધુમાં કહ્યું, ‘દીપેશ એવા લોકોમાંથી એક હતો જેઓ તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખતા હતા. તે ફિટનેસ ફ્રીક હતો. મને ખબર નથી કે મારી લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરવી. અમે બધા, અમારી આખી ટીમ અત્યારે તેના ઘરે છીએ.
નિર્માતાએ કહ્યું કે દિપેશ એક પરિવાર જેવો હતો
રોહિતાશ ઉપરાંત, સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ના નિર્માતા સંજય અને બીનીફર કોહલીએ પણ દિપેશના જવા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘અમારા પ્રેમ દિપેશ ભાનના આકસ્મિક નિધનથી અમે બધા ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. તેઓ ભાભીજી ઘર પર હૈના સૌથી સમર્પિત કલાકારોમાંના એક હતા. તે અમારા પરિવાર જેવો હતો. અમે બધા તેને ખૂબ જ મિસ કરીશું. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.
દોઢ વર્ષનું બાળક બન્યું પિતા વિહોણું
દિપેશ ભાન મલખાનના ફની પાત્ર માટે જાણીતા હતા. ‘ભાબીજી ઘર પર હૈ’ સિવાય તેણે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ અને ‘સુન યાર ચિલ માર’ જેવા શોમાં કામ કર્યું હતું. મળતી માહિતી મુજબ, દિપેશ દિલ્હીમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2005માં મુંબઈ આવ્યો હતો. તેઓએ મે 2019ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 2021માં દિપેશ એક બાળકનાં પિતા બન્યા હતા.