Sports

બેંગલુરૂનો 15 વર્ષિય પ્રણવ આનંદ ભારતનો 76મો ગ્રાન્ડમાસ્ટર બન્યો

ચેન્નાઈ : બેંગલુરુનો (Bengaluru) ટીનએજ ચેસ પ્લેયર (Chess player) પ્રણવ આનંદ ભારતનો 76મો ગ્રાન્ડ માસ્ટર (Grandmaster) બન્યો છે. તેણે રોમાનિયાના મામૈયામાં ચાલી રહેલી વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપમાં 2500 ઇએલઓ રેટિંગ પાર કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. 15 વર્ષીય ખેલાડી પ્રણવ ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવવા માટેના બાકીના માપદંડોને પૂર્ણ કરી ચૂક્યો હતો. ગ્રાન્ડ માસ્ટર બનવા માટે, ખેલાડીએ ત્રણ ગ્રાન્ડ માસ્ટર નોર્મ્સ હાંસલ કરવા પડે છે અને તે ઉપરાંત તેમનું ‘લાઇવ રેટિંગ’ 2500 ઇએલઓ પોઈન્ટ્સથી વધુ હોવું જોઈએ.

  • રોમાનિયાના મામૈયામાં ચાલી રહેલી વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપમાં 2500 ઇએલઓ રેટિંગ પાર કરીને આ સિદ્ધિ હાંસલ કરી
  • પ્રણવે અગાઉ જાન્યુઆરી 2022માં સિટજેસ ઓપન અને માર્ચ 2022માં વેસેરકાપ્સો રાઉન્ડ રોબિન સ્પર્ધાઓમાં બે ગ્રાન્ડમાસ્ટર નોર્મ્સ હાંસલ કર્યા હતા

પ્રણવે જુલાઈમાં સ્વિટ્ઝર્લેન્ડમાં બીએલ ચેસ ફેસ્ટિવલમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મ હાંસલ કર્યો હતો. પ્રણવના કોચ વી સરવણને પીટીઆઈને જણાવ્યું હતું કે તે ચેસનો શોખીન છે. તેને આ રમત ખૂબ જ પસંદ છે અને કલાકો સુધી પ્રેક્ટિસ કરવા તૈયાર રહે છે. વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપના અંડર-16 કેટેગરીના નવમા રાઉન્ડમાં પ્રણવની જીત બાદ સરવણને જણાવ્યું હતું કે, તે ખાસ કરીને કેલક્યુલેશન અને એન્ડ ગેમમાં સારો છે. અત્યારે આ બંને તેના મજબૂત પાસા છે. પ્રણવે અગાઉ જાન્યુઆરી 2022માં સિટજેસ ઓપન અને માર્ચ 2022માં વેસેરકાપ્સો રાઉન્ડ રોબિન સ્પર્ધાઓમાં બે ગ્રાન્ડમાસ્ટર નોર્મ્સ હાંસલ કર્યા હતા.

રેસલિંગ વર્લ્ડ : રવિ દહિયા મેડલ રેસમાંથી આઉટ
બેલગ્રેડ : ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ ભારતીય રેસલર રવિ દહિયા શુક્રવારે અહીં 57 કિગ્રા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનના ગુલોમજોન અબ્દુલૈવ સામે હારીને વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસલિંગમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો. બીજી તરફ નવીને 70 કિગ્રા રેપેચેઝના પ્રારંભિક રાઉન્ડમાં વિશ્વના ચોથા નંબરના ઉઝબેકિસ્તાનના સરબાઝ તલગતને 11-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્રવેશ કર્યો હતો. અબ્દુલ્લાએવ અલ્બેનિયન રેસલર ઝેલિમખાન અબાકારોવ સામે હારી જતાં દહિયાબ્રોન્ઝ મેડલ રેપેચેઝ રાઉન્ડ ચૂક્યો હતો.

Most Popular

To Top