નવી દિલ્હી: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં (Test Match) ભારતીય ટીમને (Indian Cricket Team) 32 રને હારનો (Loss) સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતીય ટીમનું આફ્રિકાની ધરતી પર ફરી એકવાર ટેસ્ટ શ્રેણી જીતવાનું (Winning) સપનું તુટી ગયું છે. હવે ભારતીય ટીમ આગામી દિવસોમાં કેપટાઉનમાં (Cape Town) યોજાનારી ટેસ્ટ સીરિઝ જીતીને મેચમાં 1-1થી બરાબરી કરવાનો પ્રયાસ કરશે.
ભારતીય ટીમ 3 જાન્યુઆરીથી શરૂ થનારી કેપટાઉન ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે પ્રેક્ટિસ સેશન દરમિયાન જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને નેટ્સમાં બેટિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ છે. જેના કારણે શક્યતા છે કે શાર્દુલ કેપટાઉનમાં ટેસ્ટમાં નહીં રમે.
શાર્દુલ ઠાકુરની ઈજાની ગંભીરતા માત્ર સ્કેન કરી જ જાણી શકાશે. આ સમગ્ર ઘટના નેટ સેશન શરૂ થયાના 15 મિનિટ બાદ બની હતી. શાર્દુલ શોર્ટ બોલનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાર બાદ બોલ તેના ખભા સાથે અથડાયો હતો. બોલ તેના ખભા ઉપર વાગતાની સાથે જ તેની પીડાથી ચીસો નીકળી ગઇ હતી. આમ છતા, મુંબઈના ઓલરાઉન્ડરે નેટ્સમાં બેટિંગ ચાલુ રાખી હતી.
બેટિંગ પૂરી કર્યા બાદ ફિઝિયો થેરેપિસ્ટે તેના ખભા પર આઈસ પેક મૂક્યો હતો. તેમજ ત્યાર બાદ તેણે નેટ્સમાં ફરીથી પ્રેક્ટિસ કરી નહીં. આશા છે કે શાર્દુલ જલ્દી ફિટ થઈ જશે. જણાવી દઇયે કે શાર્દુલ ઠાકુરે પ્રથમ ટેસ્ટમાં માત્ર 19 ઓવરમાં 101 રન આપ્યા હતા અને બેટિંગમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.
દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટેસ્ટ ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીન), અભિમન્યુ ઇશ્વરન, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, અવેશ ખાન, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણ.