સમલૈંગિક લગ્નને કાયદેસરનું સ્વરૂપ આપવાની માંગ કરતી ઐતિહાસિક સંખ્યામાં અરજીઓની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. તા. 18મી એપ્રિલે ભારતના ચીફ જસ્ટિસ ડો. વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની એક બંધારણીય બેંચે ભારતમાં સમલૈંગિક લગ્નનો હક્ક હોવાનો દાવો કરતી અરજીઓને સમૂહની સુનાવણી હાથ ધરી છે અને તેને પગલે એક પ્રચંડ ચર્ચા ચાલુ થઇ છે. આપણે પશ્ચિમી દેશોની જેમ સમલૈંગિક લગ્નોને કાયદેસરનું સ્વરૂપ આપવા તૈયાર છીએ?
આ અરજીઓ સામે કેન્દ્ર સરકારે પ્રાથમિક વાંધાઓ નોંધાવ્યા છે કે સમલૈંગિક લગ્નો શહેરી ખ્યાલ છે અને હાલના કાયદા મુજબ લગ્નના હક્ક માટે પાત્ર હોય તેવી વ્યકિતઓ વચ્ચે લગ્નની અલગ સામાજિક કાનૂની વ્યવસ્થા સર્જવા માટે સુપ્રીમ કોર્ટ અલગ કાયદો જાહેર કરી શકે કે કેમ તે નક્કી કરો. માત્ર સંસદ જ આ બાબતમાં નિર્ણય આપી શકે. કેન્દ્ર સરકારે આ અગાઉ એક સોગંદનામા અન્વયે આ અરજીઓનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરી રજૂઆત કરી હતી કે લગ્ન એટલે બે વિજાતીય વ્યકિતઓનું જોડાણ એવી આવશ્યક અને અનિવાર્ય વ્યાખ્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતની જુદી જુદી રાજય સરકારોએ આ અરજીઓમાં દરમ્યાનગીરી માંગી છે. સુપ્રીમ કોર્ટે તેમને પક્ષકાર બનાવ્યા નથી. અરજીમાં કયા પ્રાથમિક મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા?
એક જ જાતિની બે વ્યકિતઓ વચ્ચેના લગ્નને કાયદેસરની માન્યતા મળવી જોઇએ. 1954નો સ્પેશ્યલ મેરેજ એકટ અને 1969નો ફોરીન મેરેજ એકટ લગ્ન એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેની વ્યવસ્થા હોવાની વ્યાખ્યા આપે છે પણ આ કાયદાઓ હેઠળના લગ્નની યથાર્થતા જાતિ એટલે કે સ્ત્રી કે પુરુષને આધારે નહીં નક્કી થવી જોઇએ. સમલૈંગિક લગ્નો હક્ક દરજ્જાના વૈયકિતક સ્વાયત્તતા અને સ્વ ઓળખના અધિકારમાંથી ઉદ્ભવે છે.વર્તમાન કાયદો એક જ જાતિના એક સભ્યને માતા કે પિતા તરીકે ગણે છે કારણ કે તેમણે તેમના બાળકને જન્મ આપ્યો છે અથવા એક જ માતા કે પિતા તરીકે દત્તક લીધું છે. આમાં ફેરફાર થવો ઘટે.આ બાબતની તરફેણમાં ચુકાદો આપશે તો ભારત લગ્નની સમાનતાને માન્ય રાખનાર દુનિયાનો 35મો અને એશિયાનો બીજો દેશ બનશે. 2019માં તાઇવાનની સંસદે આવો ખરડો પસાર કર્યો જ હતો.
માતૃત્વ-પિતૃત્વ, વારસાઇ, ભરણપોષણ અને ફારગતિને લગ્નની ઘણી બાબતમાં આનાથી ઘણું પરિવર્તન આવશે.
2017માં સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર સમાજને કેટલાક હકો આપ્યા હતા. 2014માં તેણે અંગતતાને બંધારણીય હક્નો દરજ્જો આપ્યો હતો. 2018માં તેણે ગે સેકસને ગુનો ગણવામાંથી મુકિત આપી હતી. 2022માં તેણે ‘વિશિષ્ટ’ પરિવારને રક્ષણ વિસ્તાર્યું હતું. ‘ગે’ લોકો કહે છે કે સુપ્રીમ કોર્ટે હોમો સેકસ્યુઆલિટીને ગુનો નહીં ગણવાનો ચુકાદો આપ્યો તેનાં પાંચ વર્ષ પછી પણ અમારી સાથે ખાસ્સો ભેદભાવ રખાય છે. લાગે છે કે એક જ જાતિના બે પુખ્ત વયના લોકો સાથે ભવિષ્ય શોધતા હોય અને એક બીજા માટે પ્રતિબધ્ધ હોય તો સમલૈંગિક લગ્નને મંજૂરી એ દિશામાં એક ડગલું આગળ હશે. સાથોસાથ આપણી સામાજિક, આર્થિક અને કાયદાની વ્યવસ્થા માટે નવા પડકારો સર્જશે. જેને ઉકેલતાં વર્ષો લાગશે.
સુનાવણીઓ દરમ્યાન ન્યાયાધીશો, ખાસ કરીને ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ દ્વારા થતી ટકોર ઘણાં લોકોને અસ્વસ્થ કરી દે છે. સુનાવણીના પ્રથમ દિવસે ચીફ જસ્ટિસ ચંદ્રચુડે સરકાર વતી રજૂઆત કરનારા સોલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે સ્ત્રી વિશે કોઇ પરિપૂર્ણ ખ્યાલ નથી કે પુરુષ વિશે કોઇ પરિપૂર્ણ ખ્યાલ નથી. તમારા જનનાંગો શું છે તેનો પ્રશ્ન નથી તે તેનાથી વધુ જટિલ બાબત છે. પશ્ચિમમાં ટ્રાન્સ વિચારધારા કહે છે કે જૈવિક જાતિ જેવું કંઇ નથી.
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે પોતે તેની સાથે સંમત થતાં હોવાનો નિર્દેશ આપ્યો છે. વિજ્ઞાન કહે છે કે તમામ માનવીઓ ચોક્કસ રંગ સૂત્રો સાથે જન્મે છે. XX હોય તો સ્ત્રી અથવા XY હોય તો પુરુષ. જૈવિક જાતિની આ વ્યાખ્યા છે. જૈવિક રીતે સ્ત્રી હોય કે પુરુષ કે જ્ઞાનતંતુઓથી પ્રેરાઇને પોતાની જ જાતિનાં લોકો સાથે જાતીય સંબંધ બાંધવા પ્રેરાય. તેઓ પોતાની જાતિ તબીબી શસ્ત્રક્રિયાથી બદલી શકે છે પણ તેમનાં રંગસૂત્રો બદલાતાં નથી. કોઇ પુરુષ તબીબી પ્રક્રિયાથી સ્ત્રીનાં બાહ્યાંગો પ્રાપ્ત કરી શકે છે છતાં તે રંગસૂત્ર મુજબ પુરુષ જ રહેશે. તેની જૈવિક જાતિ બદલી શકતા નથી.
આપણા અત્યાર સુધીના વૈજ્ઞાનિક જ્ઞાન મુજબ આ નવી ‘સ્ત્રી’, ગર્ભાશય નહીં હોય, માસિક સ્રાવ નહીં હોય કે ધાવણ નહીં આવે. પણ સ્ત્રીના જનનાંગ ધારણ કરતો હોવાથી તે સ્ત્રી ગણાય, પણ શરીરની અદલાબદલી નથી થઇ શકતી. સમસ્યા અહીંથી શરૂ થાય છે, કોઇ પોતાને સ્ત્રી તરીકે ઓળખાવે તો તે સ્ત્રી છે કે પુરુષ તે કેમ નક્કી થાય? ભારતમાં સ્ત્રીઓને ફાયદો કરાવતા ઘણા કાયદા છે. કોઇ પોતાને સ્ત્રી કે પુરુષ જાહેર કરે તો તે સાચું છે કે ખોટું તે કાયદો કેવી રીતે નક્કી કરશે? વિશ્વમાં યુવા ટ્રાન્સજેન્ડરો આપઘાત તરફ વધુ ઢળેલા હોય છે.
જયારે પોતાની જૈવિક જાતિમાં સાહજિક રીતે જીવતાં લોકોમાં આવું વલણ જોવા મળે છે. આવાં લોકોને હમદર્દી, સંભાળ, તબીબી સહાય અને કેટલાક કિસ્સાઓમાં જાતીય પરિવર્તન શસ્ત્રક્રિયાની જરૂર હોય છે. પશ્ચિમમાં તો ડાબેરી ઉદારમતવાદીઓ અને રૂઢિચુસ્તો વચ્ચે આ બાબતમાં રાજકીય જંગ જામી ગયો છે. ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્ય રાખવાનું અનિવાર્ય છે અને એક માત્ર ઉકેલ છે એવું કેટલાકને લાગશે, પણ તે નિર્ણય કરતાં પહેલાં અસંખ્ય પ્રશ્નો છે જેની વિચારણા થવી જોઇએ. પશ્ચિમના દેશો તો આ સમસ્યાઓ સામે ઝઝૂમે છે અને કોઇ ઉકેલ દેખાતો નથી. દિશા ચૂકી જવાને, પીડાને, સંઘર્ષને અને કરુણાંતિકાને ટાળવા માટે આપણે થોભવું જોઇએ અને રાહ જોવી જોઇએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.