SURAT

કેન્સર સામે ઝઝૂમી સમાજ માટે બન્યા પ્રેરણા સ્ત્રોત

કેન્સર (CANCER) શબ્દ સાંભળતા જ ભલભલાના પગતળેથી જમીન ખસી જતી હોય છે. આ સાડા ત્રણ અક્ષરનો શબ્દ બોલતાં જ લોકોમાં ડર બેસી જતો હોય છે. ત્યારે 4 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે કેન્સર ડે (WORLD CANCER DAY). ત્યારે ગુજરાતમિત્ર (GUJARATMITRA)એ મુલાકાત લીધી શહેરના એવા કેન્સર પીડિત લોકો સાથે જેવો ના માત્ર આ બીમારીથી ઝઝૂમી રહ્યાં છે પણ આ બીમારીને સ્વીકારીને એક પૉજેટીવલી લઇને અન્ય લોકોમાં પણ એક પ્રેરણા રૂપ બની સમાજમાં એક મિસાઇલ પૂરી પાડી છે ચાલો મળીએ આવા પોઝેટિવ કેન્સર પીડિતો સાથે…

લોકડાઉન વખતે ઓનલાઈન કોર્સ કરી અન્ય લોકોને પણ થયા મદદરૂપ

આ છે સુરતના 43 વર્ષીય બીનિતા રંગુનવાળા. કે જેઓ બે દીકરીઓની માતા છે અને ઓરલ કેન્સર પીડિત છે. સ્વભાવિક છે કે હેલ્ધી હોઈએ અને ફેમિલી બેકગ્રાઉન્ડ (FAMILY BACKGROUND)માં પણ કોઈને કેન્સર ના હોય ત્યારે ખબર પડે કે તેમને કેન્સર છે એ સમયે ડર તો પેસે. પણ બીનીતાબેને ડરવાને બદલે પોતાની જાતને સાચવી અને પોઝેટીવ વિચારી પોતાની જાતને સંભાળી. ના માત્ર તેઓ પોતાની જાતમાં પોઝેટીવીંટી (POSITIVITY) લાવ્યા પણ લોકડાઉન વખતે ઓનલાઈન કોર્સ અને ગૂગલ રિસર્ચ કરી બીજા 7 થી 8 લોકોને ગાઈડ કરી એક નવી ઉર્જાનો સંચય કર્યો.

એક સમયે ડોક્ટર સાથે વાત કરતા અચકાતી આજે બિનદાસ સવાલો કરું છું: બીનિતા
બીનિતા બેન જણાવે છે કે ‘મારી બે સર્જરી અને કિમોથેરાપી (CHEMO THERAPY) પણ મેં લીધી છે. શરૂઆતમાં મને આના વિષે કોઈ નોલેજ ન હતું પછી મેં ગૂગલ પર રિસર્ચ કર્યું. લોકડાઉનમાં ઓનલાઈન કોર્સ (ONLINE COURSE) કર્યો. ભારતના અલગ અલગ વિસ્તારના લોકો સાથે સંપર્કમાં આવી. ઓનલાઈન કોર્સમાં મેં ઇનર પોઝેટિવિટી કઈ રીતે વધે કઈ રીતે પોતાની જાતને આ રોગમાંથી ઉભા કરવું એ શીખી અને ના માત્ર મારા માટે તાકાત આવી પણ હાલ એટલું નોલેજ મેળવી લીધું કે અન્ય ઘણા પેસેન્ટને પણ ગાઈડન્સ આપી મદદ કરું છું. હાલ હું નેચરોપેથીને અનુસરૂ છું. મારી ફેમિલી અને મારા બાળકો મારો સપોર્ટ છે.’

1100 વૃક્ષ ઉગાડી પર્યાવરણ બચાવવા પ્રેરણારૂપ બનતી શ્રુચી

શહેરની 27 વર્ષની શ્રુચિ વડાલીયાને બ્રેઈન ટ્યુમર છેલ્લા સ્ટેજમાં હતું છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ (GLOBAL WORMING) અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. પર્યાવરણ બચાવવા માટે 2 વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડી (TREE PLANTING) ચૂકી છે.

શ્રૃચિએ જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી સામે લ઼ડવા માટે વૃક્ષો જ સહારો બની શકે છે. હું અત્યાર સુધીમાં 36 કીમો થેરાપી અને 36 રેડીએશનના સેશન લઈ ચૂકી છું. મારા બધા જ વાળ ખરી ગયા છે. હું જ્યારે કીમો થેરાપીના સેશન લેવા જાંઉ ત્યારે મારાથી નાની ઉંમરના બાળકોને જોંવ છું ત્યારે તેમને જોઈને મને રડવું આવી જાય છે. મને થાય છે કે આ લોકોએ તો હજી દુનિયા જ નથી જોંઈ. મને થયું આ કેન્સર અટકાવી ન શકાય…? ત્યારે વિચાર આવ્યો કે કેન્સર અટકાવવા માટે વૃક્ષો તો ઉગાડી શકાય ને. મારી જીંદગી તો ખરાબ થઈ ગઈ પણ આવનારી પેઢીની જીંદગી તો બચાવી શકાય ને ? શ્રુચિ કહે છે કે, ‘મારી અંતિમ ઈચ્છા જ એ છે કે, હું અસંખ્ય વૃક્ષો ઉગાડું. હું શારીરિક રીતે તો મૃત્યુ પામીશ પરંતુ, વૃક્ષોના કારણે હું લોકોના શ્વાસમાં જીવીશ.’

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top