Editorial

અમેરીકા હોઈ કે રશિયા આખી દુનિયાની લડાઈ તેલ માટે ની જ છે

અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદી માટે લાલજાજમ બિછાવીને ખુબ મહેમાનગતિ કરી, હવે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને પીએમ મોદીના મિત્ર તરીકે ખુલ્લેઆમ વખાણ કર્યા છે! આ પ્રેમ રહ્યો! તેની પા મોટો દેશ ભારત છે. એટલું જ નહીં, ચીનને ક તેલના કુલ જથ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને થોડા સમય પહેલા પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલ્યો હતો. હકીકતમાં, આ પત્ર એક બહાનું હતું, મોદીને પત્ર દ્વારા તેમના ઘરે બોલાવવાના હતા. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, અમે તમને અહીં રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપીએ છીએ. સ્ટેટ વિઝિટ એ અમેરિકાનો શ્રેષ્ઠ પ્રવાસ ગણાઈ છે.\

આ આમંત્રણની સૌથી ખાસ વાત એ હતી કે તે અમેરિકન રાષ્ટ્રપતિની કલમથી લખાયેલું છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીથી નીકળીને પરત દિલ્હી આવ્યા ત્યાં સુધીનું બિલ અમેરિકા ચૂકવે છે. અમેરિકી રાષ્ટ્રપતિના ઘરની બાજુમાં એક આલીશાન બંગલો બનાવવામાં આવ્યો છે, જેમાં સ્ટેટ વિઝિટ ગેસ્ટને રાખવામાં આવે છે. બે-ત્રણ દિવસ સુધી વ્હાઇટ હાઉસમાં મહેમાનના સ્વાગત માટે કાર્યક્રમોનું જોરશોરથી આયોજન કરવામાં આવે છે. પીએમ મોદીએ બિડેનનું આમંત્રણ સ્વીકાર્યું અને રાજ્યની મુલાકાતે અમેરિકા ગયા હતા.

તેઓ ગયા અઠવાડિયે જ પરત ફર્યા હતા. એક બીજો દેશ છે, જે અમેરિકાને આંખમાં કણાની માફક ખૂંચે છે – ‘રશિયા’. અમેરિકાથી પરત ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના હવે રશિયાએ બસ મોંઢે વખાણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદ નરેન્દ્ર મોદીને પોતાના પરમ મિત્ર ગણાવીને વખાણ કર્યા છે. મોસ્કોમાં એક કાર્યક્રમમાં બોલતા પુતિને કહ્યું હતું – ભારતમાં અમારા મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા ‘મેક ઇન ઈન્ડિયા’નો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સારી અસર દેખાઈ રહી છે… રશિયાએ પણ મોદી અને ભારતની આ બાબત પર ચાલવું જોઈએ.

અમેરિકા અને રશિયા ભારતને આટલું સન્માન આપી રહ્યા છે, સારી વાત છે, પરંતુ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શા માટે આ બંને દેશો ભારતના વખાણ કરવાની કોમ્પિટિશન કરી રહ્યા છે? આજે જાણવાની કોશિશ કરીએ કે, જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળની ચોક્કસ ગણતરીઓ શું છે? આ વર્ષે માર્ચમાં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એટલે કે એસઆઈપીઆરઆઈ), એક સ્વીડિશ સંસ્થા જે વિશ્વભરમાં શસ્ત્રોની આયાત અને નિકાસ પર નજર રાખે છે, તેનો એક અહેવાલ આવ્યો હતો.

આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ છે. હથિયારોની ખરીદીમાં ભારતનો હિસ્સો 11 ટકાથી વધુ છે. રશિયા ભારતને સૌથી વધુ હથિયાર વસચતો દેશ છે. જોકે, રશિયાનો હિસ્સો હવે ઘટ્યો છે. 2013 અને 2017 વચ્ચે ભારતની શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો 64% હતો, જે 2018 અને 2022 વચ્ચે ઘટીને 45% થઈ ગયો છે. આમ છતાં, રશિયા ભારત માટે સૌથી મોટી દુકાન છે. એટલું જ નહીં, અગાઉ અમેરિકા ભારત માટે બીજા નંબરની સૌથી મોટી હથિયારોની દુકાન હતી, પરંતુ હવે ફ્રાન્સે તેનું સ્થાન લઈ લીધું છે. એટલે કે ફ્રાન્સ બીજા નંબરે અને અમેરિકા ત્રીજા ક્રમે છે.

વિદેશી બાબતોના નિષ્ણાતોના મતે ભારત હથિયારોનો એટલો મોટો ખરીદદાર છે કે દરેક દેશ તેને પોતાના મિત્ર તરીકે રાખવા માગે છે. રશિયા અને અમેરિકા બંને ઈચ્છે છે કે ભારત તેમની પાસેથી વધુ શસ્ત્રો ખરીદે, તેથી જ તેમનો પ્રેમ ભારત પર છલકાઈ રહ્યો છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન તાજેતરમાં જ બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ સૈન્ય કરારો થયા હતા. સૌથી મહત્વપૂર્ણ કરાર એ હતો કે અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક અને ભારતની સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દેશના સ્વદેશી હલકા લડાયક વિમાન માટે ભારતમાં અત્યાધુનિક ફાઇટર જેટ એન્જિનોનું ઉત્પાદન કરશે.

અન્ય એક કરારમાં અમેરિકાએ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ડ્રોનના ઉત્પાદન માટે ભારતમાં ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે પણ સંમતિ દર્શાવી હતી. આ થઈ હથિયારોની વાત. હવે આવીએ તેલ પર. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત ઘણાં પશ્ચિમી દેશોએ રશિયા પાસેથી તેલની ખરીદી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ હજુ પણ ચાલુ જ છે. આ દેશો રશિયા પાસેથી તેલ ખરીદતા નથી. રશિયા માટે યુરોપ સૌથી મોટું તેલ બજાર હતું, આવી સ્થિતિમાં પ્રતિબંધ રશિયા માટે મોટા ઝટકા સમાન હતો.

Most Popular

To Top