Sports

BCCIએ આપ્યું ન્યુ હેલ્થ અપડેટ: શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા મળી

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરના ચાહકો માટે રાહતભરી ખબર આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ઈજા પામેલા ઐયરને હવે સિડની હોસ્પિટલમાંથી આજ રોજ તા.1 નવેમ્બર શનિવારે રજા આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઐયરની હાલત અંગે ન્યુ હેલ્થ અપડેટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે ઐયરની તબિયત સુધરી રહી છે. પરંતુ તે હાલ માટે સિડનીમાં જ રહેશે.

તા. 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ODI દરમિયાન શ્રેયસ ઐયરને ફિલ્ડિંગ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ લેતાં તે જમીન પર પડી ગયો હતો. કેચ તો તેણે શાનદાર રીતે પકડ્યો પરંતુ એ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી. સ્થિતિ ગંભીર બનતાં તેને તરત જ સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે થોડા દિવસો ICUમાં વિતાવ્યા હતા.

BCCIની ન્યુ મેડિકલ અપડેટ
BCCIએ નિવેદનમાં જણાવ્યું છે કે ઈજા તાત્કાલિક ઓળખાઈ ગઈ હતી અને એક સરળ ઓપરેશન દ્વારા રક્તસ્ત્રાવ રોકવામાં આવ્યો હતો. બોર્ડના જણાવ્યા મુજબ શ્રેયસ ઐયરની રિકવરી સારી રીતે ચાલી રહી છે અને તે હવે સ્થિર છે. તેમને આજ આજ રોજ તા. 1 નવેમ્બર શનિવારેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

BCCIએ આ સાથે જ ડો. કૌરોશ હાઘિઘી, સિડનીની મેડિકલ ટીમ અને ડો. દિનશા પારડીવાલાનો આભાર માન્યો છે. જેમણે શ્રેયસને શ્રેષ્ઠ સારવાર આપી હતી. બોર્ડે જણાવ્યું કે ઐયર હજી પણ થોડા દિવસ સિડનીમાં રહેશે અને જ્યારે ડોકટરો તેમને ઉડાન માટે યોગ્ય ઠેરવશે ત્યારે જ ભારત પાછા ફરશે.

આગામી શ્રેણીમાંથી બહાર
તબીબી ટીમના જણાવ્યા મુજબ ઐયરને પૂર્ણ સ્વસ્થ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. જેથી શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મેચની T20 સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top