National

ફરી BCCIએ મદદનો હાથ લંબાવ્યો: આરોગ્ય સંગઠનોને 2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર આપશે

નવી દિલ્હી : કોરોના રોગચાળા (CORONA EPIDEMIC) સામે ચાલી રહેલા સંઘર્ષમાં દેશના આરોગ્યના પાયારૂપ માળખાને મજબૂત કરવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા દેશના વિવિધ આરોગ્ય સંગઠનો (HEALTH INSTITUTE)ને 10 લિટરનું એક એવા 2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર (OXYGEN CONCENTRATOR) દાનમાં અપાશે. 10 લિટરના એક ઓક્સિજન કન્સન્ટ્રેટરની કિંમત 60 હજારથી રૂ. 1 લાખની વચ્ચે છે અને 2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવા માટે બીસીસીઆઇએ અંદાજે રૂ. 12 કરોડ જેવા ખર્ચવા પડશે.

બીસીસીઆઇએ એક યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એવી જાહેરાત કરે છે કે તે કોરોના રોગચાળા સામે લડવામાં દેશના પ્રયાસોને મજબૂત કરવા માટે 10 લિટરના કુલ 2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાનમાં આપશે. આ નિવેદનમાં જણાવાયા અનુસાર દેશના લોકો જ્યારે કોરોના વાયરસના બીજા મોજાનો સામનો કરી રહ્યા છે, તેના કારણે મેડિકલ ઇક્વિપમેન્ટ (MEDICAL EQUIPMENT) અને જીવન બચાવનારા ઓક્સિજનની માગમાં વૃદ્ધિ થઇ છે. આગામી કેટલાક મહિનામાં બીસીસીઆઇ આ સાથે સમગ્ર દેશમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરનું વિતરણ કરશે કે જરૂરિયાતમંદ દર્દીઓને મહત્વની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય અને આ પહેલથી રોગચાળાની અસર ઓછી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રોગચાળાની પહેલી લહેર દરમિયાન બીસીસીઆઇએ ગત વર્ષે પીએમ કેર્સ ફંડમાં 51 કરોડનું દાન કર્યું હતું. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બીસીસીઆઇ મેડિકલ અને હેલ્થકેર સમુદાયની પ્રભાવક ભુમિકાની પ્રશંસા કરે છે અને વાયરસ સામેની આપણી લાંબી લડતમાં તેમનું યોગદાન ચાલુ જ છે.

હાર્દિક-કૃણાલ પંડ્યાએ જાહેરાત કર્યા અનુસાર 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર કોવિડ સેન્ટર પર મોકલાવ્યા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HARDIK PANDYA) અને કૃણાલ પંડ્યાએ કોવિડ-19 રોગચાળા સામે ઝઝુમી રહેલા લોકોની મદદ માટે જાહેરાત કર્યા અનુસાર ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાનું શરૂ કર્યું છે. હાર્દિકના મોટાભાઇ કૃણાલે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કરવાની સાથે ટ્વિટ કર્યું હતું કે ઓક્સિજન કન્સન્ટ્રેટની નવી ખેપને દરેક વ્યક્તિ ઝડપથી સાજો થાય તેવી પ્રાર્થના સાથે કોવિડ સેન્ટરોમાં મોકલાવાઇ છે. હાર્દિકે એ ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું હતું કે આપણે એક આકરી લડાઇ લડી રહ્યા છીએ અને સાથે મળીને તેને જીતી શકાશે. આ મહિનાની શરૂઆતમાં હાર્દિકે જાહેરાત કરી હતી કે ભાઇ કૃણાલ સહિત આખો પરિવાર દેશના ગ્રામ્ય વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સંન્ટ્રેટર દાન કરશે.

Most Popular

To Top