Sports

ગુજરાતનો આ ખેલાડી બની શકે છે આઇપીએલમાં નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદની ટીમનો કેપ્ટન

મુંબઇ(Mumbai) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2022ની સિઝન માટે નવી સમાવાયેલી અમદાવાદ (Ahmedabad) અને લખનઉની (Lucknow) ટીમ હવે ટૂંકમાં જ ઓક્શન પુલમાં સામેલ ખેલાડીઓમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે અને એવા સંકેત મળ્યા છે કે અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ પોતાના ત્રણ ખેલાડીના નામ નક્કી કરી લીધા છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સમાંથી રિલિઝ થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના નામ સામેલ છે.

  • વિવાદો વચ્ચે BCCI દ્વારા અમદાવાદ ટીમને મળી મંજૂરી
  • હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમનું મળી શકે છે સુકાની પદ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અમદાવાદની ટીમને મંજૂરી આપી દેવામાં આવી છે. આ વખતે આઈપીએલમાં નવી બે ટીમ સામેલ થઈ છે. આ બે ટીમ લખનઉ અને અમદાવાદની છે. લખનઉની ટીમ સાથે કોઈ સમસ્યા નહોતી, પરંતુ અમદાવાદની ટીમને ખરીદનાર સીવીસી ગ્રુપના સટ્ટા લગાવનાર કંપનીઓ સાથે સંબંધ હોવાની વાત સામે આવી હતી. અમદાવાદ ટીમ સીવીસી ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી, જ્યારે લખનઉ ટીમ આરપી-સંજીવ ગોયનકા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

મીડયા રિપોર્ટ અનુસાર અમદાવાદ ફ્રેન્ચાઇઝીની માલિક સીવીસી કેપિટલ્સ દ્વારા ગુજરાતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય કરાયો છે. હાર્દિકને અમદાવાદની ટીમમાં સામેલ કરવા પાછળનું સૌથી મોટું કારણ તે ગુજરાતનો હોવાનું છે. આ ઉપરાંત અમદાવાદ ફ્રેન્ચાઇઝી અફઘાનિસ્તાનના સ્પીનર રાશિદ ખાનને પણ પોતાની ટીમ સાથે જોડવા માગે છે. આ ઉપરાંત અમદાવાદની ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે, જ્યારે મેન્ટર તરીકે ગેરી કર્સ્ટનનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત માજી વિકેટકીપર બેટ્સમેન વિક્રમ સોલંકીને અમદાવાદ ફ્રેન્ચાઇઝી ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે નિયુક્ત કરી શકે છે.

હાલની વાત કરીએ તો હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાંથી પડતો મુકી દેવામાં આવ્યો છે. હાલમાં તે પોતાની ફિટનેસ ઉપર કામ કરી રહ્યો છે.

Most Popular

To Top