ગાંધીનગર: ગુજરાત(Gujarat) પર ફરી એકવાર લઠ્ઠાકાંડ(Lattha Kand)નો ધબ્બો લાગ્યો છે. બોટાદ(Botad)નાં રોજીદ ગામમાં બનેલા લઠ્ઠાકાંડનાં પગલે અત્યાર સુધીમાં 28 લોકોના મોત(Death) નીપજ્યા છે. ઘટનાની ગંભીરતાને લઇ સમગ્ર ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) આ સમગ્ર ઘટનામાં તપાસ કરી રિપોર્ટ ગૃહવિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે. DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. ગુજરાત ATS પણ આ તપાસમાં જોડાઈ ગઈ છે. આ કાંડ મામલે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે 13 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. તેમજ 10 લોકોની અટકાયત કરાઇ છે.
લઠ્ઠાકાંડનું અમદાવાદ કનેક્શન
આ સમગ્ર ઘટનાનાં મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યુ હતું કે, દારૂ બનાવવામાં મિથેનોલ કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ATS અને SITની તપાસમાં ખુલાસો થયો છે કે દારૂ બનાવવા માટે મિથેનોલ નામના કેમિકલનો ઉપયોગ થયો હતો. આ કેમિકલ અમદાવાદના પીપળજ વિસ્તારમાં આવેલી કંપનીમાંથી ચોરવામાં આવ્યું હતું. અને આરોપી જયેશે કેમિકલ ચોરીને તેમાંથી નશાકારક પદાર્થ બનાવ્યો હતો. બોટાદ ઝેરી દારૂ કાંડમાં મિથેનોલ સપ્લાય કરનાર જયેશ અને કેમિકલ મેળવનાર સંજય નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે AMOS કંપનીમાં ભાડે રહીને કેમિકલનું કામ કરતો હતો. 3 દિવસ પહેલા જ જયેશે 600 લીટર મિથેનોલ બોટાદના બુટલેગર સંજયને આપ્યું હતું. સંજયે કબૂલાત કરી છે કે તેણે અમદાવાદથી મિથેનોલ કેમિકલ મગાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં જયેશે કબૂલ્યું કે, અગાઉ પણ મિથેનોલ મોકલાઈ ચૂક્યું છે.
જયેશની માતા લઠ્ઠાકાંડથી અજાણ
આ સમગ્ર મામલે આરોપી જયેશની માતા અજાણ હતો. માતા કુસુમ ખાવડિયા જણાવ્યું હતું કે, આ લઠ્ઠાકાંડ અંગે તેમને કાંઇ જ ખબર નથી. જયેશ અહીંથી ગઇકાલ રાત સાત કે આઠ વાગ્યાથી ગાયબ છે. જ્યારે પોલીસ તેમના પતિ રમેશભાઇ અને નાના દીકરા જીતેશને તેમના ઘરેથી લઇ ગઇ હતી. પતિ બે દીકરા સાથે આ ગોડાઉનમાં રહે છે. તેમના પતિ અને મોટો દીકરો જયેશ આ ગોડાઉનમાં કામ કરતા હતા. જ્યારે નાનો દીકરો જીતેશ માલ સામાનની હેરફેર કરવા ટેમ્પો ચલાવવાનું કામ કરતા હતા.