Gujarat

બેંકના એટીએમ મશીન હેક કરીને લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં જુદી જુદી બેન્કના એટીએમ (Bank A.T.M) મશીનનો ટેક્નિકલ ડિવાઈઝનો ઉપયોગ કરી હેક કર્યા બાદ કોડ (Coad) બદલીને મશીનમાંથી રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના પાંચ શખ્સોની શહેર ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ધરપકડ કરી તેમની પાસેથી 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ શહેરમાંથી જુદી જુદી બેન્કોના એટીએમ મશીનને ટેક્નિકલ ડિવાઈઝનો ઉપયોગ કરી તેને હેક કરી મશીનમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાતા હતા. આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા પોલીસે ત્રણ પરપ્રાંતીઓ સહિત પાંચ આરોપી જેમાં સંદિપસિંગ કુલદીપસિંગ સિંગ, અમૃતપાલસિંગ રણજીતસિંગ, ગુરુદેવસિંગ રસપાલ સિંગ, રવિ રતનભાઈ સોલંકી અને નીલદીપ જેન્તીભાઈ સોલંકી ની ધરપકડ કરી તેમની પાસેથી 15 મોબાઇલ ફોન, ટેક્નિકલ ડિવાઇસ વગેરે મળી 13.50 લાખનો મુદ્દામાલ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

અંકલેશ્વરના વેપારી સાથે CSC સેન્ટરના બહાને ત્રણ લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી
ભરૂચ: અંકલેશ્વરના સારંગપુરના મારુતિધામમાં રહેતા અરવિંદ મંડલ મીરાનગર ખાતે અલગ અલગ બેંકના સી.એસ.સી. સેન્ટર ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓએ યુનિયન બેંકમાં પણ ઓનલાઈન સીએસસી સેન્ટરમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને કોઈ ગઠિયાઓ દ્વારા યુનિયન બેંકના અધિકારીઓના નામે સી.એસ.સી. સેન્ટર આપવાના બહાને અલગ અલગ રીતે રૂપિયા ત્રણ લાખ સુધી પોતાના ડિપોઝિટ પેટે એકાઉન્ટમાં ટ્રાનસફર કરાવ્યા હતા. જે રકમ આપ્યા બાદ સીએસસી સેન્ટર માટે અરવિંદ મંડલ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ ન મળતાં પોલીસનો સહારો લીધો હતો. પ્રથમ ઓનલાઈન સાઈબરમાં ફરિયાદ કર્યા બાદ પોલીસમથકે ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેંકના નામે ઓનલાઈન છેતરપિંડીની ઘટના વાયુવેગે અંકલેશ્વર પંથકમાં પ્રસરી જતાં સેન્ટર લેતાં અને ચલાવતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

Most Popular

To Top