નવી દિલ્હી : બાંગ્લાદેશના (Bangladesh) પ્રધાન મંત્રી શેખ હસીનાની (Sheikh Hasina) હવે બધી ચિંતાઓનો અંત નજીક આવી ગયો હોઈ તેવું કહી શકાય. તેનું મુખ્ય કારણ એ છે કે બાંગ્લાદેશના હાથ એકે મોટો કહી શકાય તેવો ખજાનો લાગ્યો છે. જેના કારણે હવે દેશનું દેવું પણ ઉતરી જાય તેમ છે. દેશના દક્ષિણ ભાગમાં એક નવો પ્રકૃતિક ગેસનો ભંડાર (Gas Storage) મળી આવ્યો છે. જેમાં ખુબ જ મોટી માત્રામાં જીવાશ્મિ ઇંધણ હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રોએ કહ્યું હતું કે ભોલા જિલ્લામાં ગેસ ભંડારની શોધ રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ પેટ્રોલિયમ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન કંપની લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન રાજ્ય મંત્રી નસરુલ હમીદે નવા ગેસ રિઝર્વની શોધની જાહેરાત કરી છે.
ગેસના ભંડારમાંથી નીકળી રહ્યો છે અઢળક માત્રામાં ગેસ
મંત્રાલયનાના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા શોધાયેલા ગેસના ભંડારા ભોળા ક્ષેત્રના ઉત્તર-2ના કરવામાં આવેલા મૂલ્યાંકન અનુસાર પ્રતિદિન 20 મિલિયન ક્યુબિક ફૂટથી વધારે માત્રામાં ગેસ નીકળે છે. BAPEX એ લગભગ 3,428 મીટરની ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરીને ગેસની શોધ કરી છે. મંત્રીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે પેટ્રોબંગલા (બાંગ્લાદેશ ઓઈલ, ગેસ એન્ડ મિનરલ કોર્પોરેશન) 2025 સુધીમાં 46 નવા એક્સ્પ્લોરેશન ડેવલપમેન્ટ અને વર્ક-ઓવર કુવાઓ ડ્રિલ કરશે. ઉપરાંત મંત્રીએ દક્ષિણ એશિયાના દેશમાં કુદરતી ગેસની શોધ ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સેંકડો બિલિયન ક્યુબિક ફીટ ભંડારાનો કરાઈ રહ્યો છે દાવો
આ ગેસના ભંડારા માટે આ વર્ષ દરમિયાન BAPEX એ લગભગ એક ડઝન નાના-મધ્યમ કદના ક્ષેત્રો શોધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીનું સૌથી મોટું ક્ષેત્ર ભોલામાં છે જે 3,403.48 ચોરસ કિમી વિસ્તાર અને રાજધાની ઢાકાથી લગભગ 205 કિમી દક્ષિણમાં આવેલા એક ટાપુ ઉપરથી મળી આવ્યો છે. જેમાં સેંકડો અબજો ઘનફૂટના ભંડારા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
દેવામાં ડૂબી ગયેલી હસીના માટે રાહતના સમાચાર
બાંગ્લાદેશ હાલમાં રાજકીય અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. વિપક્ષી ખાલિદા ઝિયાની પાર્ટીએ શેખ હસીના સરકાર પર દબાણ વધારી દીધું છે. બીજી તરફ શેખ હસીના દેશ પર વધી રહેલા દેવું અને માનવાધિકારનું ઉલ્લંઘન અને આર્થિક સંકટના કારણે દેશ ચારેબાજુએથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં આ સમાચાર તેમના માટે મોટી રાહત લઈને આવ્યા છે.