બાલાસોર: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજ 3 ટ્રેનો (Train) વચ્ચે મોટો અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો હતો જ્યારે 900થી લોકો વધુ ઘાયલ (Injured) થયાં હતા. હાલ પણ ઘાયલોને હોસ્પિટલ (Hospital) લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે ઘાયલોને લઈ જઈ રહેલી એક બસનો (Bus) પશ્ચિમી મેદનીપુરમાં પિકઅપ વેન સાથે સામસામો અકસ્માત થયો હતો. જાણકારી મુજબ આ અકસ્માતમાં ઘણાં લોકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હકો. પોલીસે રેસ્કયુની કામગીરી હાથ ઘરી છે અને ઘાયલોને સારવાર માટે અલગ અલગ જગ્યાએ મોકલાની કામગીરી શરૂ કરી દીધી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું દોષિતોને બક્ષવામાં આવશે નહિં
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા બાલાસોરમાં દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ હોસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનાનાં પણ દોષિતોને બક્ષવામાં આવશે નહીં તમામને કડક સજા કરવામાં આવશે.’ પીએમે ઘાયલોની મદદ કરનાર લોકોનો પણ આભાર માન્યો હતો. એક નિવેદન જારી કરીને, રેલ્વેએ કહ્યું કે જે જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી હતી ત્યાં બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પુનઃસ્થાપન કાર્ય શરૂ થઈ ગયું છે.
કેવી રીતે થયો આ અકસ્માત?
બાલાસોરના બહાનગા બજાર સ્ટેશન પાસે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માત અંગે રેલવેએ તપાસ સમિતિની રચના કરી છે. તે જ સમયે, અકસ્માત કેવી રીતે થયો તે અંગે સાક્ષીઓના નિવેદનો પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બહારની લાઇન પર એક માલસામાન ટ્રેન ઉભી હતી… હાવડાથી આવી રહેલી કોરોમંડલ ટ્રેન જે ચેન્નાઈ જઈ રહી હતી. પ્રથમ 300 મીટર પર પાટા પરથી ઉતરી. કોરોમંડલ ટ્રેનનું એન્જીન માલસામાન ટ્રેન પર ચઢી ગયું હતું અને કોરોમંડલ ટ્રેનની પાછળની બોગી ત્રીજા ટ્રેક પર પડી હતી અને ત્રીજા ટ્રેક પર ઝડપથી જઈ રહેલી યશવંતપુર એક્સપ્રેસ બોગી સાથે અથડાઈ હતી.