National

ગઇકાલે જામીન અને આજે EDનું 9મું સમન, કેજરીવાલની મુશ્કેલી વધી?

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) દિલ્હી જલ બોર્ડ (Delhi Water Board) સંબંધિત એક મામલામાં પૂછપરછ માટે 9મું સમન (Summon) મોકલવામાં આવ્યું છે. આ કેસમાં તેમને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી સરકારમાં શિક્ષણ વિભાગના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે આ સમન શનિવારે સાંજે મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું હતું.

જણાવી દઇયે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત કેસમાં EDનો સામનો કરી રહ્યા છે. એજન્સીએ તેમને આ કેસમાં આજે 9મી વખતનું સમન મોકલ્યુ છે. તેમજ તેમને 21 માર્ચે હાજર થવા માટે કહ્યું છે. કેન્દ્રીય એજન્સીએ આ મામલામાં 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા.

‘કોર્ટમાં હાજર થવું પડશે’
કોર્ટમાં હાજર થતા પહેલા અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે ACMMની કોર્ટમાં હાજર રહેવું પડશે. આ પછી અરવિંદ કેજરીવાલ શનિવારે સવારે 9.45 કલાકે કોર્ટ માટે તેમના ઘરેથી નીકળ્યા હતા. સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યું હતું કે તમે ટ્રાયલ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી શકો છો. વાસ્તવમાં દિલ્હી લિકર પોલિસી કેસમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યા હતા. ત્યારબાદ સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલની હાજરીને લઈને કહ્યું હતું કે તેમણે કોર્ટમાં ચુકાદા માટે હાજર થવું પડશે. તેમજ ગઇકાલે તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જ્યા તેમના આગોતરા જીમીનને મંજૂરી મળી છે.

આતિશીએ આપ્યું નિવેદન
AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં ગયા હતા. તેમણે ભાજપના તે તમામ નેતાઓને જવાબ આપ્યો છે જેઓ વારંવાર કહેતા હતા કે અરવિંદ કેજરીવાલ કોર્ટ અને ઇડીથી ભાગી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેઓનું મોઢું બંધ કરી દીધું છે.

જણાવી દઈએ કે આ પહેલા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે BRS નેતા કે. કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. ED કવિતાને તેની સાથે પૂછપરછ માટે દિલ્હી લાવી હતી. જેથી તેણીની વિગતવાર પૂછપરછ કરી શકાય.

Most Popular

To Top