National

કોવિડ-19ને કારણે બેડમિન્ટનની યુએસ ઓપન અને કેનેડા ઓપન રદ

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઇ) : વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબલ્યુએફ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 રોગચાળાને કારણે વિશ્વભરના પ્રતિબંધો તેમજ જટિલતાઓને કારણે આ વર્ષે યુએસ ઓપન અને કેનેડા ઓપનનું આયોજન નહીં કરવામાં આવે.
યુએસ ઓપન સુપર 300 ટૂર્નામેન્ટ બીડબલ્યુએફ વર્લ્ડ ટૂરનો જ એક ભાગ છે અને તેનું આયોજન 6થી 11 જુલાઇ દરમિયાન થવાનું હતું. જ્યારે કેનેડા ઓપન સુપર 100 ટૂર્નામેન્ટ છે અને તે 29 જૂનથી 4 જુલાઇ દરમિયાન રમાવાની હતી. બીડબલ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે હાલના પ્રતિબંધો અને જટિલતાઓને ધ્યાને લેતા સ્થાનિક આયોજકો પાસે આ ટૂર્નામેન્ટને રદ કરવા સિવાય કોઇ વિકલ્પ બાકી રહ્યો નહોતો. તેમાં કહેવાયું હતું કે બેડમિન્ટન અમેરિકા અને બેડમિન્ટન કેનેડાએ બીડબલ્યુએફ સાથે સલાહ મસલત કર્યા પછી આ નિર્ણય કર્યો છે.
બેડમિન્ટન એશિયા દ્વારા ઓલિમ્પિક્સ ક્વોલિફાઇંગ ઇવેન્ટ એવી પોતાની ફ્લેગશિપ ઇવેન્ટ એશિયા ચેમ્પિયનશિપને સ્થગિત કર્યાના સમચારા આવ્યા પછી આ બે ટૂર્નામેન્ટ રદ કરાઇ હતી. બીડબલ્યુએફે કહ્યું હતું કે ઉપખંડીય ચેમ્પિયનશિપને ટોક્યો રેન્કિંગ માટે ધ્યાને લેવાની હતી પણ હવે ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન સમયગાળાની અંદર તેને ફરીથી યોજવી સંભવ ન હોવાથી પોઇન્ટ સામેલ નહીં થાય અને તેના સ્થાને કોઇ અન્ય ટૂર્નામેન્ટ પણ યોજવામાં નહીં આવે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top