Columns

બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી લોગ બે-વજ્હ ઉદાસી કા સબબ પૂછેંગે – કફ઼િલ આઝર અમરોહવી

વાત નીકળશે તો પછી દૂર સુધી જશે, લોકો કારણ વગર ઉદાસીનો હેતુ પૂછશે. ફિલ્મી ગીતકાર તેમજ શાયર કફ઼િલ આઝરની બાત નિકલેગી તો ફિર..‘અંદેશા’નઝમ જગજીતસિંહે ગાય હોવાથી ખૂબ જાણીતી છે. તેની પહેલી પંક્તિ તો ઉક્તિની જેમ લોકોમાં જાણીતી બની છે. વાત નીકળે તો પછી ઘણી દૂર સુધી પહોંચે છે. લોકો કારણ વગર(બે-વજ્હ) જ ઉદાસીનું કારણ પૂછે છે. તમે કેમ ઉદાસ છો તેની ચિંતા તમારાથી વધુ લોકો રાખે છે. કેટલીક વખત તો એવું બને કે તમારા ચહેરા પર છવાયેલી ગમગીની લોકો વાંચી લે. લોકો તમને સવાલ કરે ત્યારે તમને ખબર પડે કે આપણે ઉદાસ છીએ. આવી ઉદાસીનું કારણ(સબબ) જાણવા લોકો હંમેશાં ઉત્સુક હોય છે.

તમારી ઉદાસી કરતાં પણ તમારી ઉદાસી કયા કારણથી છે તે જાણવામાં લોકોને વધુ રસ હોય છે. તેથી જ અહીં કહેવાયું છે તેમ- બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી. પ્રિયજનની ઉદાસી તેના આશિકથી વધુ તેની આસપાસના લોકોને વધુ નજરે પડે છે. આવી ઉદાસીનું કારણ જાણવા લોકોમાં ઘણી ઉત્સુક્તા હોય છે એટલે તમે દુઃખી છો, તમે ઉદાસ છો પરંતુ એ ઉદાસીને ચહેરા પર નહીં આવવા દેશો. તમારા ચહેરા પર ઉદાસી આવી એટલે ઘણા સવાલો થશે. આ સવાલો તમને બીજી ઘણી મુસીબતોનો સામનો કરવા મજબૂર કરશે. આવી કોઈ વાત નીકળે એટલે એ દૂર સુધી પહોંચીને જ રહે. તમારી ઉદાસીનું કારણ ભલે ગમે તે હોય પરંતુ લોકો તો પોતાની રીતે તમારી ઉદાસીના જાતજાતના કારણો શોધી લેશે. તમને કોઈ મદદ કરે કે નહીં કરે પરંતુ તમારી વેદના પ્રગટ થઈ એટલે કારણો શોધવામાં દૂર સુધી પહોંચી જાય. આ દુનિયા જ એવી છે. જ્યાં તમને આશ્વાસનની જરૂર હોય ત્યાં પ્રશ્ન પૂછે. તમારા દુઃખમાં સહભાગી થવાને બદલે તમને વધુ દુઃખી કરે. વાત નીકળે એટલે દૂર સુધી પહોંચે. તમારી ઉદાસીને જ ચહેરા પર પ્રતિબિંબિત થતા રોકવી પડે.

Most Popular

To Top